તમામ ભક્તોને તકલીફ ન પડે એ માટે કરાઈ જોરદાર વ્યવસ્થા
વાત કરીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવની. પરમપુજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 89માં પ્રાગટ્ય પર્વને યુવા મહોત્સવ રૂપે 8 જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની તમામ તૈયારી પૂર્ણ કરુવામાં આવી છે. કેવી તૈયારી અને કેટલા લોકો આ મહોત્સવમાં હાજરી આપશે અને જર્મનીથી આવેલા હરિભક્તોએ શું કહ્યું વાંચો અમારો વિશેષ અહેવાલ...
150 વીંઘા જમીનમાં હરિ પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે 150 વીંઘા જમીનમાં હરિ પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, કેનેડા, જર્મની સહિત 15 દેશોમાંથી 10 હજાર વિદેશી હરિભક્તો હાજરી આપશે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી સવા લાખ હરિ ભક્તો હાજરી આપશે. આવનાર તમામ ભક્તોને તકલીફ ના પડે એ માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 1300 બસ, 3600 કાર, 10 હજાર બાઈક પાર્કિંગ કરી શકાશે.
36 બંગાળી કારીગરોએ બનાવ્યું અદભૂત સ્ટેજ
હરિ પ્રબોધમ યુવા મહોત્સવમાં ખાસ અદભૂત સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેજ સંતોના માર્ગદર્શન હેઠળ 36 દિવસની મહેનત બાદ કલકતાના 36 બંગાળી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. સ્ટેજની પહોળાઈ 108, ઉંચાઈ 15 ફૂટ બનાવવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો ક્લચર પ્રોગ્રામ માટે બનાવવામાં આવેલા સ્ટેજ પર 336 યુવાનો અલગ અલગ ક્લચર પ્રોગ્રામમાં હિસ્સો લેશે. દોઢ લાખ બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ યુવા મહોત્સવમાં સેવા કાર્યમાં અનેક યુવાનો અને મહિલાઓ સેવા કાર્યમાં જોડાવવાની છે. કાર્યક્રમમાં આવનાર હરિભક્તો માટે જમવાની વ્યવવસ્થા પણ ઉભી કરવામાં આવી છે
આ કાર્યક્રમમાં સૌથી ધ્યાનાકર્ષણ વિદેશી હરિભક્તો
ખાસ કરીને આ કાર્યક્રમમાં સૌથી ધ્યાનાકર્ષણ વિદેશી હરિભક્તો છે. કેમકે અમેરિકા, કેનેડા, યુ. કે, જર્મની જેવા દેશોમાંથી આવવાના છે. જેમાં જર્મનીમાં આગવું સ્થાન ધારાવનારા બે જર્મની હરિભક્તો આવી ગયા છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જર્મનીથી આવેલા મનીષભાઈ ગુજરાતીમાં વાત કરી શકે છે. જ્યારે અન્ય જર્મનીથી આવેલ હરિભક્ત જર્મનીમાં આગવું સ્થાન ધરાવે છે, પણ તેમની સરળતા અને ભારતીય સંસ્કૃતિથી એટલા પ્રભાવિત થયા છે. શું કહ્યું જર્મનીથી આવેલા હરિભક્તે..
હું અને મારો મિત્ર જર્મનીથી મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છીએઃ મનીષભાઈ
હરીભક્ત મનીષભાઈએ જણાવ્યું કે, હું અને મારો મિત્ર બંને જર્મનીથી હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. તમે પણ ખાસ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં પધારજો.