બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Haribhaktas could not hold back their tears when they saw Prabodh Swami coming out

સોખડા હરિધામ / VIDEO: પ્રબોધ સ્વામીને નીકળતા જોઈ આંસુ ન રોકી શક્યા હરિભક્તો, સંતો પણ ધ્રુસકે-ધ્રુસકે રડ્યા, જુઓ ભાવુક દ્રશ્યો

ParthB

Last Updated: 03:21 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિધામ સોખડા મંદિરનો વિવાદ હવે પોતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. બીજી તરફ પ્રબોધ સ્વામીને આજે સોખડા હરિધામ મંદિરને છોડી નીકળતાં જોઈ હરિભક્તો ભાવુક થયાં હતાં.

  • વડોદરા સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો
  • સોખડા હરિધામ મંદિર વિવાદને લઈને સંતો કોર્ટમાં પહોંચ્યા
  • ગજગ્રાહ વચ્ચે આખરે પ્રબોધ સ્વામી હરિધામ છોડ્યું  

ગજગ્રાહ વચ્ચે આખરે આજે પ્રબોધ સ્વામી હરિધામ છોડતા હરિભક્તો ભાવુક થયા 

સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થાના હરિધામની ગાદી માટે પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં આખરે આજે પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતો તથા સાધકોએ  આજે હરિધામ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. હરિભક્તોએ જ્યારે પ્રબોધ સ્વામીને મંદિર છોડી નીકળતાં જોયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. 

200થી 250 જેટલા સંતો-સાધકોએ ભાવુક થઈને મંદિર છોડ્યું 

મહત્વનું છે કે, યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઇ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકોએ સોખડા પ્રબોધ સ્વામીના જૂથોના હરિભક્તો ભાવુક થઈને સામાન સાથે મંદિર છોડ્યું હતું.

પ્રબોધ સ્વામી જૂથના સંતોએ ગોંધી રાખ્યા હોવાનો કર્યો હતો દાવો

સોખડા હરિધામ મંદિરનો વિવાદ લઈને પ્રેમસ્વરૂપ સ્વામી સંતોને લઈને કોર્ટમાં પહોંચ્યા હતાં. તમને જણાવી દઈએ કે, પ્રબોધ સ્વામી જૂથના સંતોએ ગોંધી રાખ્યા હોવાનો દાવો કર્યો હતો. જેને લઈને હાઈકોર્ટે પોલીસે આજે આ તમામ સંતોને તાત્કાલિક મંદિરમાં છોડાવાની હાઈકોર્ટમાં રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.  

મંદિર મેનેજમેન્ટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર મંદિર નહીં છોડવા નોટિસ આપી 

બીજી તરફ હરિધામ મંદિર મેનેજમેન્ટે  મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી છે કે જેમાં જણાવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ