બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya interview ipl comeback ind vs sa t20 series world cup team india

ઈન્ટરવ્યૂ / હાર્દિક પંડ્યાનો ઈન્ટરવ્યૂ : કહ્યું આ સફળતા પહેલા મારા વિશે એવી ઘણી વાતો થતી હતી કે...

Premal

Last Updated: 04:21 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી છે. હાર્દિકે ગુરૂવારે સાઉથ આફ્રિકા સામેની મેચમાં 12 બોલમાં 31 રનની તોફાની ઈનિંગ રમી. આની પહેલા હાર્દિકે આઈપીએલ 2022માં આક્રમક રમત બતાવી પોતાની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સને ખિતાબ જીતાડ્યો હતો.

  • IPL 2022માં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને ખિતાબ જીતાડ્યો
  • હાર્દિક પંડ્યાએ બીસીસીઆઈને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો
  • 'મેં હંમેશા સખત પરિશ્રમ અને પ્રામાણિકતાથી કામ કર્યુ'

સવારે 5 વાગ્યે ટ્રેનિંગ લેતો હતો હાર્દિક પંડ્યા

હવે હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામે ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ બીસીસીઆઈને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો. હાર્દિકે કહ્યું, વાપસીને લઇ મારા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. હું બસ પોતાને જવાબ આપવા માગતો હતો. હું આ નક્કી કરવા માટે સવારે 5 વાગ્યે ઉઠીને ટ્રેનિંગ લેતો હતો. પછી હું બીજી વખત સાંજે 4 વાગ્યે ગ્રાઉન્ડમાં જતો હતો. કારણકે એ નક્કી થઇ શકે કે મેં પોતાની જાતને આરામ આપ્યો છે. હું આ 4 મહિના દરમ્યાન રાત્રે 9:30 વાગ્યે ઊંઘતો હતો. મેં ઘણા બલિદાન આપ્યાં, પરંતુ મારા માટે એ લડાઈ હતી જે મેં આઈપીએલ રમતા પહેલા લડી. સારું પરિણામ જોતા સંતોષ થયો.

મેં હંમેશા સખત પરિશ્રમ કર્યો છે: હાર્દિક 

મને ખબર હતી કે મેં આ પ્રકારની સખત મહેનત કરી છે. પોતાના જીવનમાં મેં હંમેશા સખત પરિશ્રમ કર્યો છે અને પરિણામ અંગે ચિંતિત રહેતો નથી. હકીકતમાં સખત પરિશ્રમ અને પ્રામાણિકતાથી કામ કર્યુ છે. આ જ કારણ છે કે જ્યારે હું કઈક સ્પેશિયલ કરુ છુ ત્યારે હું વધુ ઉત્સાહિત થતો નથી. 

હું ભારતીય ટીમને બેસ્ટ આપવા માગુ છુ: હાર્દિક 

હાર્દિકે કહ્યું કે વિશ્વ કપ તેમના માટે મહત્વપૂર્ણ લક્ષ્ય છે. આ સાથે હાર્દિક ભારતીય ટીમની દરેક મેચમાં પોતાનુ બેસ્ટ આપવા માગે છે. હાર્દિકે કહ્યું, તમે જે પણ શ્રેણી અથવા મેચ રમો છો તે તમારા માટે મહત્વની હોય છે. મારું લક્ષ્યાંક વિશ્વ કપ છે, પોતાનુ પ્લેટફોર્મ જાળવવા માટે આ યોગ્ય મંચ છે અને બેક ટૂ બેક ઘણી ક્રિકેટ આવવાની છે. હંમેશા પોતાના સ્થાને યથાવત રહેવુ ખૂબ જરૂરી હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ