બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Hardik joins BJP and Naresh Patel joins Congress will be two divisions in Patidar

જ્ઞાતી સમીકરણ / જો હાર્દિક ભાજપમાં અને નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો પાટીદાર સમાજમાં પડશે બે ભાગલાં!

Kishor

Last Updated: 09:00 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલ કોંગ્રેસમાં અને હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડયું છે જો આ વાત સાચી ઠરે તો પાટીદાર સમાજમાં મતની બાબતે ભાગલા પડવાની શક્યતા સેવાઇ રહી છે.

  • પાટીદાર મતોમાં ભાગલા પડી શકે
  • રાજકીય ઉથલ-પાથલની શક્યતા 
  • નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને હાર્દિક પટેલે કોંગ્રેસથી છેડો ફાળ્યો?

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. બીજી તરફ ખોદલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે એ વાત પણ લગભગ નક્કી છે. એટલું જ નહી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને હાર્દિક પટેલે કોંગ્રેસથી છેડો ફાળ્યો છે. આવું કોંગ્રેસના જ નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું. હાર્દિક અને નરેશ પટેલ સામ-સામે આવી જાય તો રાજકીય ઉથલ-પાથલ થઈ શકે તેમ છે. 

પાટીદાર મતોમાં ભાગલા પડી શકે
નરેશ પટેલ સાથેની બેઠક બાદ બે દિવસમાં તો હાર્દિકના રંગ રૂપ બદલાઈ ગયા હતા. હાર્દિકના રાજીનામાં બાદ જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશ પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. કારણ કે હાર્દિક પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કડવા પટેલની વસ્તી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને સુરતમાં લઉવા પટેલની વસ્તી વધારે છે. હાર્દિક ભાજપમાં જોડાય તો ઉત્તર ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ શકે. પરંતુ જો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં કોગ્રેસને ફાયદો થાય તેવી શક્યતાઓ રહેલી છે  જેની પાછળ કારણ એ છે કે, હાર્દિકનું વર્ચસ્વ ઘટી જવાના અણસાર રહે છે. આમ જો હાર્દિક અને નરેશ પટેલ એકબીજાની વિરુદ્ધમાં જાય તો સ્વાભાવિક રીતે પાટીદાર મતોમાં પણ ભાગલા પડી શકે તેમ છે.    

હાર્દિક જાય છે તે વાત લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. પરંતુ નરેશ પટેલ કોગ્રેસમાં જાય છે કે, નહીં તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી. તેવામાં જોવાનું એ રહ્યું કે, એક મંચ નીચે આવવાની વાતો કરતા લેઉવા અને કડવા પાટીદારોમાં ફરી હાર્દિક અને નરેશ પટેલના કારણે ભાગલા પડે છે કે નહીં.


હાર્દિક પટેલના રાજીનામાં પર પાસના મનોજ પનારાનું નિવેદન 
મનોજ પનારાએ એક નિવેદનમાં જણાવ્યુ [હતું કે હાર્દિકે બે-ત્રણ મહીના પહેલા જ ભાજપમાં જવાનું નક્કી કરી લીધું હતું. મેં અગાઉ પણ કહ્યું હતું કે, હાર્દિક ભાજપમાં જોડાશે. આજે મારી આ વાતની પુષ્ટી થઇ ગઈ છે. હાર્દિકને ઘણા સમયથી તેને સત્તાની લાલચ છે. હાર્દિકનું કોંગ્રેસના નેતાઓને બદનામ કરી અને ભાજપમાં જવાનુ ષડયંત્ર હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલનું ભાજપમાં અગાઉ ગયેલા નેતા જેવા જ હાલ થશે.

નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતાઃ રઘુ શર્મા
હાર્દિક પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, હાર્દિક પટેલે પહેલાથી જ મન બનવી લીધું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ છે. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરી શકે છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે  કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી. હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું. હાર્દિક પટેલે મન બનાવી લીધું હતું. અને છેલ્લા 6 મહિનાથી હાર્દિક ભાજપના સંપર્કમાં હતા. તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મહત્વનું છે કે, આવતીકાલથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાત મુલાકાતે આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલ સાથે મુલાકાત કરશે. હાર્દિકના જવાથી કોંગ્રેસને થનારા નુકશાન સરભર કરવા કવાયત હાથ ધરશે. હાર્દિક પટેલના ગયા બાદ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો તેજ કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ