બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Guru Purnima is a special day for worshiping and worshiping Guru

ગુરુ પૂર્ણિમા વિશેષ / ક્યાંક બે સદીથી ચાલે છે સદાવ્રત તો ક્યાંક સંતે જીવંત સમાધિ લીધી: જાણો વિરપુર, બગદાણા, કમીજલા અને રંગઅવધૂત મંદિરનો પૌરાણિક ઈતિહાસ

Malay

Last Updated: 12:11 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurupurnima 2023: ગુરુની પૂજા અને ઉપાસના કરવાનો ખાસ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. અષાઢ શુક્લ પૂનમ એટલે કે આ વખતે આજે (3 જૂલાઈ) ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

  • ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી કરાઈ રહી છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી
  • ગુજરાતમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કરાઈ રહ્યું ગુરુ પૂજન
  • ગુજરાતમાં ઘણા મહાન સંતો અને સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે

ગુરુ પૂર્ણિમા, હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો પર્વ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે થયો હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો પોતાના ગુરુની પૂજા કરી ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે ગુરુ પુર્ણિમાના પાવન પર્વ પર ગુજરાતના મહાન સંતો વિશે વાત કરવી છે. આજે અમે આપને ગુજરાતના મહાન સંતો અને સુપ્રસિદ્ધ મંદિરો વિશે જણાવીશું....

વિરપુર જલારામ મંદિર
રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વિરપુર આમ તો નાનકડા ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વિરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી, દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે. છેલ્લા 200 વર્ષ કરતા વધારે સમયથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત યથાવત છે.

જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો' જલારામ બાપાની આ બાબતો નહીં જ જાણતા હોવ  | 220th Jalaram Jayanti Celebration virpur

બજરંગદાસ બાપાના નામથી ઓળખાતું 'બગદાણા' ધામ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે બાપા બજરંગદાસનો આશ્રમ આવેલો છે. બગદાણા ધામ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં  પ્રસિદ્ધ છે. અહીં સંત ‘બાપા સીતારામ’ તરીકે ઓળખાતા પૂ.બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. એટલું જ નહીં દેશના એકમાત્ર એવા સંત છે જેઓને રાષ્ટ્રીય સંતનું બિરુદ પણ મળેલું છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. બગદાણા માં દર વર્ષે બે ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે છે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ ઉત્સવના દિવસે લાખો શ્રદ્ધાળુઓ બગદાણા ખાતે બાપાના દર્શન કરવા માટે ઉમટી પડે છે.

Saurashtra Saint BajarangDas Bapa Bapa Sitaram sant bagdana bhavnagar

સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર રંગ અવધૂત મંદિર
નારેશ્વર એટલે શ્રી રંગ અવધૂત મહારાજની કર્મભૂમિ. નારેશ્વરમાં નર્મદા નદી કાંઠે શ્રી રંગ અવધૂત મંદિર આવેલું છે. આજુબાજુ લીલોતરીઓથી ઘેરાયેલું નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે. રંગ અવધૂત સ્વામી અહીં પધાર્યા ત્યારે માત્ર આ જંગલ હતું. 1930ની આસપાસ જ્યારે રંગ અવધૂત સ્વામી નારેશ્વર આવ્યા ત્યારે તેમણે નર્મદા કિનારે સાપ અને મોરને સાથે જોયા. જે બાદ તેમણે આ ભૂમિની દિવ્યતાને પારખી જંગલમાં એક લીમડાના વૃક્ષ નીચે તેમણે આસન બિછાવ્યું અને સાધના કરી. આ જંગલ જોત-જોતામાં એક તપસ્વીનું તીર્થ સ્થાન બન્યું. તેમના ભક્તો અહીં દૂરદૂરથી આવવા લાગ્યા અને ભક્તો દ્વારા જ આ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા અને મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો. રંગ અવધૂત મહારાજ જ્યાં ધ્યાન માટે બેસતા તે લીમડો આજે પણ ઘેધૂર છે. રંગ અવધૂત મહારાજના મંદિરે સવારના છ વાગ્યાથી જ પ્રાર્થના ધૂન શરૂ થાય છે. રાત્રે પણ ધૂન અને સત્સંગ થાય છે. જેમાં ભક્તોથી શ્રદ્ધાથી ભાગ લે છે.

કમીજલા ભાણ સાહેબની જગ્યા
કમીજલા વિરમગામ તાલુકામાં આવેલું એક નાનકડું ગામ છે. કમીજલા ગામમાં સાહેબ પરંપરાના શ્રીભાણ સાહેબની જગ્યા આવેલી છે. આ પાવન તીર્થે આશરે 268 વર્ષ પહેલા એક ભક્તની “રામ દુહાઈ” ને પોંખવા માટે સંત કવિશ્રી ભાણ સાહેબે જીવંત સમાધિ લીધી હતી. વિરમગામથી 20 કિ.મી દૂર આવેલું કમીજલા ગામમાં શોભી રહેલી આ જગ્યા ભાણ સાહેબનું સમાધિ સ્થાન ભાણ તીર્થ તરીકે ઓળખાયા છે. આ જગ્યામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવી ગુરુ વંદના કરે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભાણતીર્થ કમીજલા ખાતે હાલના ગાદીપતિ પૂજ્ય જાનકીદાસ બાપુના આશીર્વાદ લેવા માટે તેમના શિષ્યો કમીજલા ખાતે જરૂર આવે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ