બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Gujja Dayabhabhi Kajal Ramanandi became very popular in social media

ગજ્જુ દયાબેન / રાજકોટના દયાબેને એક્ટિંગથી સૌ કોઈના મન મોહી લીધા: એ જ બોલી, એ જ ગરબાના લટકા-ઝટકા, જયેશ રાદડિયાની ઉતારી આરતી, સોશ્યલ મીડિયામાં ખૂબ પોપ્યુલર

Malay

Last Updated: 11:42 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: સોશિયલ મીડિયામાં આબેહૂબ દયાભાભી જેવા જ એક મહિલા મચાવી રહ્યા છે ધૂમ, ગુજ્જુ દયાભાભી ઉર્ફે કાજલબેનના વીડિયો લોકો ખૂબ જ કરી રહ્યા છે પસંદ.

  • સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે 'ગુજ્જુ દયાભાભી'
  • દયાભાભીની આબેહૂબ નકલ કરી  મેળવી છે લોકચાહના
  • સો. મીડિયામાં દયાબેનની નકલ કરી પ્રચલિત થયા

'ગુજ્જુ દયાભાભી': તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાભાભીના પાત્રએ સિરિયલમાં ધૂમ મચાવી હતી. ખાસ કરીને દયાભાભી ઉર્ફે દિશા વાકાણીની બોલી, ગરબાના લટકા ઝટકાએ સૌ કોઈના મન મોહી લીધા હતા. થોડા સમયથી તેઓ સિરિયલમાંથી બહાર છે, દર્શકો તેમની રી-એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હમણાં સોશિયલ મીડિયામાં આબેહૂબ દયાભાભી જેવા જ એક મહિલા ધૂમ મચાવી રહ્યા છે. આ દયાભાભી ગુજરાતી છે, એટલું જ નહીં રાજકોટ જિલ્લાના છે.

રાજકોટ જિલ્લાના નાનકડા ગામના રહેવાસી છે કાજલબેન
રાજકોટના જેતપુર પાસેના એક નાનકડા ગામમાં રહેતા કાજલબેન રામાનંદી આબેહૂબ દયાબેનની નકલ કરી રહ્યાં છે. તેઓએ તાજેતરમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાની એવી આરતી ઉતારી કે સૌ કોઈ દંગ રહી ગયા હતા કે દયાભાભી પરત કેવી રીતે આવી ગયા. કાજલબેન આજકાલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ગુજ્જુ દયાભાભી ઉર્ફે કાજલબેનના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેઓ અવારનવાર દયાબેનની નકલ કરતા વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ તરીકે અપલોડ કરતા રહે છે. લોકો તેમના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

 

નાનપણથી જ એક્ટિંગનો હતો શોખ
કાજલબેન વિશે વાત કરીએ તો તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓને પહેલેથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો, જ્યારે તેઓ ધોરણ પાંચમાં ભણતા હતા, ત્યારે તેમના વર્ગ શિક્ષક શાંતાબેને તેમને સૌ પ્રથમ વખત એક કાર્યક્રમમાં દયાબેનની મિમિક્રી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાજલબેન નાનપણથી જ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હતા, તેથી તેઓ અનેક નાના નાટકમાં એકિટંગ કરતા હતા. તેઓ સોશિયલ મીડિયામાં દયાબેનની હૂબહૂ નકલ કરી પ્રચલિત થયા છે.

હજુ ઘણી મહેનત કરવી છેઃ કાજલબેન
તેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે, કાજલબેન કહે છે કે, મને ટીવી લાઈનમાં ચાન્સ મળે તો જવું છે, આ મારું સપનું છે. હાલ તો હું સોશિયલ મીડિયામાં વિવિધ વીડિયો બનાવું છું. હજુ ઘણી મહેનત કરવી છે.

દયાભાભીના પાત્રથી મળી લોકચાહનાઃ અતુલભાઈ
તેમના પિતા અતુલભાઈએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાજલને ભણવામાં ખાસ રુચિ ન હતી. હું ધોરણ 10 પછી તેને હોસ્ટેલમાં મૂકી આવ્યો તો તે ત્યાંથી ઘરે આવી ગઈ હતી. જે બાદ હું તેને ફરી મૂકી આવ્યો હતો. હાલ આજુબાજુના ગામો કે શહેરમાં કોઈ કાર્યક્રમ હોય તો કાજલને લોકો બોલાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, તે 2021માં જામનગર ગોટ ટેલેન્ટ પ્રથમવાર જાહેર થઈ હતી. કાજલને જન્માષ્ટમીમાં કૃષ્ણના આશીર્વાદ મળ્યા બાદ પછી વધુ ચાહના મળી. આઠમના દિવસે શોભાયાત્રામાં કરેલા દયાભાભીના રોલથી તેને લોકચાહના મળી છે. તેણે સોશિયલ મિડિયામાં ગુજ્જુ દયાબેન ચેનલ શરૂ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ