બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Gujarati man won lottery in Canada became a millionaire

નસીબ / ગુજરાતી પટેલને કેનેડામાં લાગી લોટરી, રાતોરાત બન્યો કરોડો રૂપિયાનો માલિક

Ajit Jadeja

Last Updated: 02:12 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાતોરાત કરોડપતિ બની જવાનું સ્વપ્ન કેટલાય લોકો જોતા હોય છે અને તેના માટે તેઓ પ્રયાસ પણ કરતા હોય છે. તેમાંથી ઘણી વખત લોકોને જેકપોટ લાગી પણ જતો હોય છે.

દરેક લોકો ઈચ્છે છે કે તેમની સાથે કોઈ ચમત્કાર થાય અને તેમને એવો કોઈ જેકપોટ લાગે કે તે રાતોરાત કરોડપતિ બની જાય. આવી આશામાં લાખો લોકો વિવિધ જગ્યાએ સટ્ટામાં પૈસા દાવ પર લગાવે છે કે લોટરીની ટિકિટ ખરીદે છે. જેમાંથી અનેક લોકો એવા હોય છે કે તેમને જેકપોટ લાગી પણ જતો હોય અને કિસ્મત ખૂલી જતી હોય છે. આવું જ કંઈક એક કેનેડાના મુળ ભારતીય સાથે થયુ છે, તેને લોટરી લાગતા તે રાતોરાત કરોડપતિ બની ગયો છે.

1 મિલિયન કેનેડિયન ડોલરની લોટરી લાગી

કેનેડામાં વસતા મૂળ ગુજરાતી વ્યક્તિને 1 મિલિયન કેનેડિયન ડોલરની લોટરી લાગી છે. જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે રકમ 6.13 કરોડ રૂપિયા જેટલી થાય છે. ઉલ્લેખનીય છે કે, જેને લોટરી લાગી છે તે સંદીપ પટેલ નામનો વ્યક્તિ કેનેડાના ઓન્ટારિયો પ્રદેશમાં અર્નપ્રિયર નામના શહેરમાં રહી પોતાનો વ્યવસાય ચલાવે છે.

સંદીપ પટેલે વર્ષ 2023માં લોટરીની ટિકિટ ખરીદી

મીડિયા રિપોર્ટ મુજબ સંદીપ પટેલે વર્ષ 2023માં લોટરીની ટિકિટ ખરીદી હતી, જેનો ડ્રો 29 જુલાઈ 2023 ના રોજ થયો હતો. પરંતુ તે વખતે તેને આની જાણ નહોતી થઈ. તેને ડ્રો લાગી ગયો છે તેની જાણ થોડા દિવસો પહેલા થઈ હતી જ્યારે તે પોતાની કાર સાફ કરી રહ્યો હતો ત્યારે તેને એક જૂની લોટરીની ટિકિટ મળી આવી હતી. સંદીપ પટેલે જ્યારે લોટરીની ટિકિટ ચેક કરી તો તેને ખબર પડી કે તેને લોટરીમાં 1 મિલિયન ડોલર જીત્યા છે.

વધુ વાંચોઃ  સતત બીજા દિવસે અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, મળી આવ્યા કરોડોના બિન હિસાબી વ્યવહાર 

1 મિલિયન ડોલરનો ચેક મળ્યો

આ ડ્રોની ટિકિટ લઈને સંદિપ પટેલ ટોરન્ટો પહોંચ્યો, જ્યાં તેને 1 મિલિયન ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેને 19 માર્ચ 2024ના રોજ 1 મિલિયન ડોલરનો ચેક મળ્યો હતો. આ અંગે સંદીપે જણાવ્યુ હતુ કે તે લોટરીમાં જીતેલી રકમથી હોમ લોન ભરી દેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ