બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Youth Congress Minister Hemang Patel resigned

ધડાધડ / વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પડી ભાંગી, ગુજરાત યૂથ કોંગ્રેસ મંત્રી હેમાંગ પટેલે ધર્યું રાજીનામું

Vishnu

Last Updated: 11:33 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલેએ આપ્યું રાજીનામું, જૂથબંધીના કારણે હેમાંગ પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા

  • હેમાંગ પટેલે યુથ કોંગ્રેસમાં રાજીનામુ ધર્યુ
  • રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન જ કોંગ્રેસને ફટકો
  • જૂથબંધીના કારણે હેમાંગ પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા

વિધાનસભાની ચૂંટણી આડે હવે માંડ ગણતરીના મહિના બાકી રહ્યા છે. ભાજપ અને આપ જેવી પાર્ટીઓ રાજ્યમાં રોજ નવી સભાઓ કરીને જનતા સુધી પહોંચવા મથી રહી છે.પરંતુ આવા સમયે કોંગ્રેસ પોતાના જ કાર્યકરોથી જાણે વિમુખ થઈ રહી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા અને બાદમાં પણ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. 

રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન જ કોંગ્રેસને ફટકો
ગુજરાત યુથ કોંગ્રેસને સોમવારે સાંજે વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે યુથ કોંગ્રેસમાં રાજીનામુ ધરી દીધું છે.જૂથબંધીના કારણે હેમાંગ પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચાએ પણ જોર પડક્યું છે. ત્યારે ગઇકાલે વિશ્વનાથ વાઘેલાએ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે સવારે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

ગુજરાત યૂથ કોંગ્રેસમાંથી કોના કોના રાજીનામાં?

  • વિશ્વનાથ વાઘેલા, ગુજરાત યૂથ કોંગ્રેસ પ્રમુખ (ગઈકાલે)
  • યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરનું રાજીનામું 
  • યૂથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી જીગર માળીનું પણ રાજીનામું 
  • NSUIના પ્રદેશ ઉપપ્રમુખ પાર્થ દેસાઇનું પણ રાજીનામું 

પૂર્વ પ્રમુખ વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર ગંભીર આરોપ
ગઈકાલે વિશ્વનાથ વાઘેલા કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, એવા પક્ષ સાથે કામ કરીશું તો લોકસેવા કરીશું. ધીરે ધીરે ખબર પડી કે, હવે નવી કોંગ્રેસ બની છે. કચવાટ અને મૂંઝવણ સાથે કોંગ્રેસમા કામ કરતા રહ્યાં. મારા પિતા પોલીસ ખાતામાં હતા, તેથી પીએસઆઈ બનાવીને કારકિર્દી બનાવી શકત. પરંતું કોંગ્રેસ માટે 8 લાખ 40 હજાર જેટલા મેમ્બર બનાવ્યા. એક મેમ્બરના 50 રૂપિયા, અમે મતદારો બનાવીને ફી ભરી. મારા પિતા ગુજરી ગયા પછી જે રૂપિયા આવ્યા હતા તે પણ ચૂંટણીમાં વાપરી નાંખ્યા. ચૂંટણી જીત્યા પછી મને આનંદ પણ થયો. પરંતુ બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસને તેનો ગર્વ નથી. મને ફેલ કરવાની સ્ટ્રેટેજી બનાવી. વિશ્વનાથને ફેલ કરવા યૂથ કોંગ્રેસને ફેલ કરવાની. હવે મારી સહનશક્તિએ જવાબ આપ્યો. હુ નહિ મારી પહેલાના કાર્યકર્તાઓએ પણ આ જોયું છે. હું પાર્ટી છોડું એટલે મને ગદ્દાર કહેશે. પરંતુ હુ સંઘર્ષ કરીને તમારી સિસ્ટમમાં રહીને પ્રદેશ પ્રમુખ બન્યો. તેને મદદ કરવાને બદલે મારી ટીકા કરી. મને કચરો જાય છે તેવું કહ્યું. હું છેલ્લા પંદર વીસ દિવસથી મૂંઝવણ અનુભવતો હતો. સંઘર્ષ હજી પણ કરીશું, પરંતુ એવુ થાય કે આ એનર્જિ આ રૂપિયા વેડફીને શું મળશો. અમારા જેવા સેંકડો કાર્યકર્તા તમારી પાસે આવે ત્યારે કોઈ મદદ ન કરે, અને હેરાન કરે ત્યારે દુખ થાય છે. દુખ સાથે કોંગ્રેસ છોડી છે. રાજકારણમાંથી રાજીનામુ આપ્યુ નથી, પણ કોંગ્રેસમાંથી આપ્યું છે. હજી પણ રાજકારણ કરવાના ઘણા સ્કોપ છે. સહનશક્તિ ઘટી એટલે રાજીનામુ આપ્યું છે. સામાન્ય ઘરથી યુવાન ચૂંટણી લડે તો પાર્ટીને ગર્વ તો હોવો જોઈએ. પરંતુ એ ન થયો. પાર્ટીમાં જે અંદરો અંદર લડે છે તેમના ઝગડા બંધ કરવા જોઈએ. મેં આ મુદ્દે શ્રીનિવાસને ફોન કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડવાના બંધ કર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ