બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Vidyapith Chancellor Rajendra Khimani resigns

અમદાવાદ / આદેશ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠના વિવાદિત કુલનાયક રાજેન્દ્ર ખીમાણીનું રાજીનામું, શું હતો સમગ્ર વિવાદ

Malay

Last Updated: 09:51 AM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

  • ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણીનું રાજીનામું
  • છેલ્લા ઘણા સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને ચાલતો હતો વિવાદ
  • રાજેન્દ્ર ખીમાણીની કુલનાયકની નિયુક્તિ UGCએ ઠેરવી હતી અયોગ્ય

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા ડો. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વાકાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કરેલી ભલામણ તેમજ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત આ મુદ્દે નિર્ણય કરે તે પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે.

ડૉ. ભરત જોશીને સોંપવામાં આવ્યો હવાલો
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામા બાદ જ્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

 


નિયુક્તિ UGCએ ઠેરવી હતી અયોગ્ય 
આપને જણાવી દઈએ કે, ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા ઘણા સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને ચાલતો વિવાદ હતો. આ અગાઉ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં. ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગુજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે આપ્યો હતો આ આદેશ
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, 'ગુજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે. એટલે કે આગામી 17મી ફેબ્રુઆરી સુધીમાં રાજેન્દ્ર ખીમાણી કુલનાયકના પદ પરથી હટાવી દેવામાં આવે.'  જોકે, 17 ફેબ્રુઆરી પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું ધરી દીધું છે. કુલપતિ દ્વારા આ રાજીનામું ત્વરિત સ્વીકારી લેવાયું છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ