બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Gujarat University has signed an agreement with DRDO in the field of important research, will invest Rs 100 crore

ગર્વની વાત / GMDC ગ્રાઉન્ડમાં 800 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરનાર DRDOએ હવે ગુજરાતમાં કર્યું આ મોટું કામ

Vishnu

Last Updated: 09:40 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ જી. સતીસ રેડ્ડી ગુજ. યુનિ.ના કાર્યક્રમમાં રાજર રહ્યા

  • ગુજરાત યુનિવર્સિટીએ ડીઆરડીઓ સાથે મહત્વના કરાર કર્યા
  • ડીઆરડીઓ દ્વારા આ સંશોધન માટે 100 કરોડથી પણ વધુનું  રોકાણ થશે
  • કરારથી ગુજરાત યુનિવર્સિટીને મોટી ગ્રાન્ટ પ્રાપ્ત થશે

ગુજરાત યુનિવર્સિટીએ ડીઆરડીઓ સાથે મહત્વના કરાર કર્યા છે જે ગુજરાત માટે સૌથી મોટી ગર્વની વાત કહી શકાય તેમ છે.  આ  MOU પ્રસંગે ભારત સરકારના મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ જી. સતીસ રેડ્ડી તેમજ  ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ MOUથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. એટલુ જ નહીં ડીઆરડીઓ દ્વારા આ સંશોધન માટે 100 કરોડથી પણ વધુનું  રોકાણ કરવામાં આવશે

તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા સંશોધન કરાશે
ડીઆરડીઓ એટલે કે ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓરગ્રેનાઈઝેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે એડવાન્સ ટેકનોલોજી સેન્ટર - સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે નવી દિલ્હી ખાતે 4 ઓક્ટોબરે MOU થયા  છે હવે આ એમ.ઓ યુ ના પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે.

ગુજ. યુનિ.એ જવાનો માટે બરફમાં રહી શકાય તેવા હાટનું સંશોધન કર્યું હતુ
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોરોનાની બીજી લહેરના સમયમાં DRDO અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 800 બેડની હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી. જે સફળતા પૂર્વક સારવાર આપી શકી હતી. જે બાદ હવે DRDO ગુજરાત યુનિવર્સિટી તરફ વધુ એક ડગલું આગળ વધી રહ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ સંશોધન ક્ષેત્રે ઘણો રસ ધરાવે છે અને થોડા સમય પહેલા દેશના જવાનો માટે બરફમાં રહી શકાય તેવા હાટનું સંશોધન કર્યું હતુ અને તે આજે સફળતા પુર્વક લદ્દાખમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.  ગુજરાત યુનિવર્સિટી પાસે સંશોધન માટે અનેક વિકલ્પો છે પરંતુ હવે ડીઆરડીઓનો સાથ મળતા તેમાં વધારો થશે. 

ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટી માટે સૌ કોઈને ગર્વ હોય તે સ્વભાવીક છે અને આ ગર્વ સતત જળવાઈ રહે તે માટેના અવનવા સંશોધન અને અવનવા પ્રયોગ ગુજરાત યુનિવર્સિટી કરતી રહે છે.  ડીઆરડીઓ સાથે કરેલા કરારથી ગુજરાત યુનિવર્સિટીને મોટી ગ્રાન્ટ પ્રાપ્ત થશે અને ડીઆરડીઓને દેશની સુરક્ષા માટે અવનવા સંશોધનો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ