Gujarat Titans did not give this 6 crore player a single chance, spent the entire season sitting on the bench
IPL 2023 /
ગુજરાત ટાઇટન્સે આ 6 કરોડના ખેલાડીને ન આપી એક પણ તક, આખી સિઝન બેન્ચ પર બેસીને કાઢી
Team VTV10:34 AM, 26 May 23
| Updated: 11:13 AM, 26 May 23
ગુજરાતની ટીમમાં એક એવો ખેલાડી હતો જેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી અને ગુજરાત ટાઇટન્સ ટીમે આ ખેલાડીને 6 કરોડ રૂપિયા આપ્યા છે.
ગુજરાતની ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો
ગુજરાતની ટીમમાં એક એવો ખેલાડી છે જેને મોકો મળ્યો નથી
IPL 2023માં ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને લીગ તબક્કા પછી ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી. નોંધનીય છે કે ગુજરાતની ટીમે સતત બીજી સિઝનમાં પણ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. જો કે પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતની ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પણ તેમની પાસે હજુ પણ ફાઇનલમાં પ્રવેશવાની તક છે. આ બધા વચ્ચે તમને જણાવી દઈએ કે તેમની ટીમમાં એક એવો ખેલાડી હતો જેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી અને ગુજરાત ટાઇટન્સ ટીમે આ ખેલાડીને 6 કરોડ રૂપિયા આપ્યા છે.
Our 𝐓𝐈𝐓𝐀𝐍𝐒 with our 𝐅𝐀𝐌 is always a sight to cherish! 🤗
They got a chance to meet their favourite players by redeeming the GT points ✅
કોણ છે તે ખેલાડી ?
આટલા મોંઘા ખેલાડીને ગુજરાત ટાઇટન્સ ટીમ દ્વારા સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યો છે એ ખેલાડી છે શિવમ માવીની. ગુજરાત ટાઇટન્સે આ વર્ષે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. માવીને આ વર્ષની હરાજીમાં 40 લાખની મૂળ કિંમતે સામેલ કરવામાં આવી હતી. જે બાદ આખરે તેને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે માવી પર આટલા પૈસાનું રોકાણ કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે ગુજરાત તેને આ વર્ષે ઘણી તકો આપશે પણ એવું થયું નહીં. ગુજરાતની ટીમે આખી સિઝનમાં ઘણી મેચોમાં 50 લાખમાં ટીમમાં સામેલ કરેલ મોહતી શર્માને રમાડ્યો પણ માવીને એક પણ મેચમાં તક મળી શકી નહોતી.
KKRએ રિલીઝ કર્યો હતો
IPL 2023ની હરાજી પહેલા KKR ટીમે શિવમ માવીને રિલીઝ કરી દીધો હતો. વર્ષ 2022માં જ KKR ટીમે તેને 7.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પૈસામાં ખરીદવામાં આવ્યા બાદ પણ શિવમ માવી KKR ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. તે સિઝનમાં 6 મેચમાં 10.32ની ઈકોનોમી સાથે રન બનાવ્યા હતા. તેનું ખરાબ પ્રદર્શન જોઈને KKRએ તેને ટીમમાંથી બહાર કરી દીધો. જે બાદ જીટીએ તેના પર દાવ લગાવ્યો પણ તેને તક આપી શકી નહીં.