બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government's three-day grand campaign to get PMJAY Scheme ayushman card

PMJAY / આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ગુજરાત સરકારની મહા ઝુંબેશનો લઈ લો લાભ, ત્રિદિવસીય ઝુંબેશનો આજથી પ્રારંભ

Vishnu

Last Updated: 10:54 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"આપ કે દ્વાર આયુષ્યમાન" રાજ્યવ્યાપી ઝુંબેશનો વિસનગરમાં કરાયો પ્રારંભ, 4 કરોડ લાભાર્થીઓને મળશે લાભ

  • મહેસાણા જિલ્લા માં વિસનગર માં આયુષ્યમાન ઝુંબેશ પ્રારંભ
  • આપ કે દ્વાર આયુષ્યમાન" મહા ઝુંબેશ નો પ્રારંભ
  • ગુજરાત ના 80 લાખ કુટુંબો ના 4 કરોડ લાભાર્થીઓને લાભ મળશે

મહેસાણા જિલ્લાના વિસનગર મુકામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં "આપ કે દ્વાર આયુષ્યમાન" ત્રિ-દિવસીય મહાઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સાથે વિસનગર વિસ્તાર માં 5 લાખ સુધી આવક ધરાવતા કુટુંબોને આરોગ્ય સુરક્ષા ચક્ર પૂરું પાડવા આવશે. આ માટે આયુષ્યમાન કાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં 80 લાખ કુટુંબોના 4 કરોડ જેટલા લાભાર્થીઓને સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવા આયોજન કરાયું છે. "આપ કે દ્વાર આયુષ્યમાન" ઝુંબેશનો વિસનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં વધ્યો યોજનાનો વ્યાપ 
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1875 સરકારી અને713 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે. 
ગુજરાતમાં વર્ષ 2012 થી કાર્યરત મા અને મા વાતસલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમન્વિત કરીને PMJAY-મા યોજના કાર્યરત કરીને રાજ્યમાં યોજનાનો વ્યાપ  વધારવામાં આવ્યો છે. 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?
બીમારીના સારવાર ખર્ચના કારણે રાજ્યનો કોઈ પણ કુટુંબ દેવાદાર ન બને તેવા ઉત્કૃષ્ટ અભિગમ સાથે નાગરિકોની સ્વાસ્થ્ય સલામતી અને સુરક્ષાની પ્રાથમિકતાને ધ્યાને રાખી વિસનગર તાલુકામાં "આપ કે દ્વાર આયુષ્યમાન" ત્રિ-દિવસીય મહાઝુંબેશનો પ્રારંભ કરાવ્યો.છેલ્લા 4 મહિનામાં "આપ કે દ્વાર આયુષ્યમાન મેગા ડ્રાઇવ" અન્વયે રાજ્યના 1 કરોડ 18 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે.

4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે પ્રતિબદ્ધતા 
રાજ્યના આરોગ્યમંત્રી  ઋષિકેશભાઇ પટેલે આયુષ્યમાન કાર્ડને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરીને વેગવંતી બનાવવા “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવ ની શરૂઆત કરાવી છે. આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના 80 લાખ કુટુંબો અટલે કે 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનો દ્રઢ સંકલ્પ છે. જે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. 

સુરક્ષા કવચ 5 લાખ રૂપિયા 
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજીક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ(SECC)-2011 અંતર્ગત નિયત માપદંડો ધરાવતા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પરિવારોને રૂ. 5 લાખ નું પ્રતિવર્ષ સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવે છે.કાર્ડ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ કાર્ડ કઢાવવા  www.mera.pmjay.gov.in  લિંક પર જઇ શકે છે અને પોતાનો મોબાઇલ નંબર , રેશન કાર્ડ કે SECC  માં નોંધણી ના આધારે  કાર્ડ મેળવી શકે છે.

આ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે નાગરિકો યોજના સાથે સંકળાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ,P.H.C, C.H.C, ડિસ્ટ્રીક્ટ ,સબ ડિસ્ટ્રીક્ટ, હોસ્પિટલ, મેડિકલ કૉલેજ, કોમન સર્વિસ સેન્ટર -CSC, ઇ-ગ્રામ, UTIઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસ લિમિટેડ, સેન્ટરમાંથી  તેમજ તાલુકા અને શહેરી કક્ષાએ કોડ એજન્સી  પરથી લાયકાત ધરાવતા લાભાર્થીઓ નિયત પધ્ધતિ અનુસાર  કાર્ડ કઢાવી શકે છે.આ અંગે વધુ માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1800-233-1022  અને 14555 પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman card Gujarat government PMJAY Scheme rushikesh patel આયુષ્યમાન કાર્ડ આરોગ્ય વિભાગ ઋષિકેશ પટેલ ગુજરાત સરકાર PMJAY Scheme ayushman card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ