બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Government Increase in the allowance of Talati cum mantri

આજથી અમલી / BIG BREAKING: તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર, ભથ્થામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો

Vishnu

Last Updated: 06:20 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાટી કમ મંત્રીઓને આ નિર્ણય પહેલા ભથ્થું 900 મળતું હતું જે હવે 3 હજાર મળશે, આજથી નવું ભથ્થું અમલી કરી દેવાયું

 • તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર
 • તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો વધારો
 • નવા ભથ્થામાં રૂપિયા 3 હજાર મળશે
   

ગુજરાતમાં પોલીસ જવાનોના પગાર વધારા બાદ એક મહત્વનો નિર્ણય પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે તેવો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઑને લઈને લાંબા સમયની હડતાળના માર્ગે વળ્યા હતા જેને લઈને ગ્રામીણ કક્ષાએ કામગીરી અસ્તવ્યસ્ત બની હતી. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ સંતોષવાની બાંહેધરી આપતા 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરવા જણાવાયું છે. ત્યારબાદ કમિટના રિપોર્ટ બાદ આગામી સરકાર નિર્ણય દ્વારા લેવામાં આવશે.

તલાટીઓની માગ શું હતી?

 • 2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી
 • તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ
 • પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ માટે લેવાતી પરીક્ષા રદ કરવામાં આવે
 • રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા 
 • રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા
 • પ્રથમ-દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખ મુજબ મંજૂર કરવી
 • પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને નહીં આપવાની માગ
 • આજથી તલાટી કમ મંત્રી અને ચોક્કસ મુદત હડતાલ પર
 • પડતર પ્રશ્નોનો ચાર વર્ષથી ઉકેલ ન આવતા ચોક્કસ મુદતની હડતાલ 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government Panchayat department talati cum mantri ગુજરાત સરકાર તલાટી કમ મંત્રી પંચાયત વિભાગ Talati cum mantri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ