ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Girls and Women rape figures Lok Sabha

અસલામત! / સબ સલામતીના ખોખલા દાવાઃ ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જાણીને હચમચી જશો

Published By: Hiren

Last Updated: 11:05 PM, 20 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓ ન તો પહેલા સુરક્ષિત હતી કે ન તો આજે છે. કારણ કે, ગુજરાતમાં રોજ 3 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની રહી છે. આવું અમે નહીં પરંતુ લોકસભામાં રજૂ થયેલા આંકડા કહે છે. ત્યારે જાણો મહિલા સુરક્ષાની પોકળ વાતોની પોલ ખોલતા આંકડાઓ...

ADVERTISEMENT

  • ગુજરાતમાં રોજ 3 કિશોરીઓ પર બળાત્કાર થાય છે 
  • દર વર્ષે હજારો બહેન-દીકરીઓ પર બળાત્કાર થાય છે 
  • ત્રણ વર્ષમાં 3743 કિશોરીઓ બળાત્કારનો ભોગ બને છે 

ગુજરાતમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જાણે સરકારે બહેન-દીકરીઓની સુરક્ષાની જવાબદારી જ નથી લઇ રહી તેવું લાગી રહ્યું છે. કારણ કે સબ સલામત હૈ ની વાતો અહીં પોકળ છે. આંકડા સામે આવ્યા છે તે આંકડા કોઈ સર્વેના નથી. પરંતુ આ પોલ ખોલનારા આંકડા લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા છે. જેમાં ગુજરાતમાં 2016થી 2018 સુધીમાં 3743 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની છે. જેમાં વર્ષ 2016માં 1054, વર્ષ 2017માં 1233 અને વર્ષ 2018માં 1456 કિશોરીઓ પર બળાત્કાર થયા છે. આ આંકડા જ દર્શાવે છે કે, ગુજરાત માટે મહિલાઓની સુરક્ષાનો વિષય કેટલો ચિંતાજનક છે.

મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર શું કરી રહી છે?

જોકે ગુજરાત કરતા અનેક રાજ્યો આ બળાત્કારના કિસ્સાઓમાં આગળ છે. પરંતુ ગુજરાત પણ કાંઈ પાછળ તો નથી જ. ત્યારે સવાલ એ થાય છે કે, મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર શું કરી રહી છે ? શું સરકાર આ આંકડા સામે આવ્યા પછી પણ ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત ગણાવશે? કેવી રીતે તમે મહિલાઓને ગુજરાતમાં સુરક્ષિત માનો છો? શું આ છે આપણી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ? વાતો ખુબ મોટી-મોટી થાય છે. પરંતુ મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે આજે ગુજરાત જાણી ચૂક્યું છે. હવે સરકાર તો કડક થશે ત્યારે થશે. પરંતુ દરેક માતા-પિતાઓએ જાગવું પડશે. કારણ કે, આપણી દીકરીઓની સુરક્ષા આપણે જ કરવી પડશે. સરકારના ભરોસે દીકરીઓને એકલી નહીં મુકી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat lok sabha rape ગુજરાત બળાત્કાર Rape

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ