બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat cabinet meeting CM Vijay Rupani

ગાંધીનગર / ગુજરાત સરકારની આદિવાસીજાતિના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત, નવા કમિશનની કરાશે રચના

Divyesh

Last Updated: 02:28 PM, 8 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારી તેમજ ભારે વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ આદિવાસીજાતિના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં નવા કમિશનની રચનાને લઇને નિવેદન આપ્યું છે.

આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે મહત્વની જાહેરાત

આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે સાચા આદિજાતિ પ્રમાણ પત્ર માટે કમિશનનની જાહેરાત કરી છે. બરડા, ગીરના માલધારીઓ-આદિવાસીઓના પ્રમાણ પત્ર માટે. આલેચના માલધારીઓ-આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરવામાં આવશે. કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે રાજ્ય સરકાર નવું કમિશન બનાવશે. સાચો આદિવાસી હકોથી વંચિત ના રહે તે દિશામાં કામ કર્યું છે. અને આદિવાસીઓના અધિકારો માટે સરકાર કટિબદ્ધ છે. કમિશનમાં હાઇકોર્ટના નિવૃત્ત જજનો પણ સમાવેશ કરવામાં આવશે. સાચા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને આદિવાસીઓનો દરજ્જો મેળવનારની તપાસ કરાશે.

નેસડાવાસીઓનો મુદ્દો શું છે?

  • ભારત સરકારના ગૃહમંત્રાલયનો 1956નો એક પરિપત્ર છે
  • પરિપત્ર મુજબ 1956 પહેલા ગીરમાં રહેતા લોકોને પ્રમાણપત્ર અપાય છે
  • ગુજરાતના આદિવાસીઓ કોણ છે તેની યાદી રાષ્ટ્રપતિએ ત્રણ વાર જાહેર કરી છે
  • 1976, 2002 અને 2003 એમ ત્રણ વખત રાષ્ટ્રપતિએ યાદી સત્તાવાર જાહેર કરી છે
  • આ યાદીઓમાં પણ ગીરના નેસડાઓમાં વસતા ચોક્કસ સમુદાયોના નામ છે
  • આ યાદીમાં શામેલ હોય તેવી જ જાતિ આદિવાસીનું પ્રમાણપત્ર મેળવવા હકદાર છે
  • આલેચા અને બરડાના જંગલનો પણ આ પરિપત્રમાં સમાવેશ છે
  • જંગલના નેશમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણને આ પ્રમાણપત્ર મળે છે
  • ગીર અભ્યારણ્ય જાહેર કરવાના કારણે નેશના લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું
  • સ્થળાંતર કરાવવા માટે સરકારે તેમને STના લાભો જાહેર કર્યા હતા
  • જંગલને સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો એટલે નેશના લોકોને સ્થળાંતર કરાવવું જરૂરી હતું
  • નેશમાંથી સ્થળાંતર કરનારા લોકો માટે જ STનો લાભ આપવાનું 1956માં નક્કી થયું હતું
  • નેશના રબારીઓને દરજ્જાની ચકાસણી માટે નિવૃત્ત નિયામકની નિમણૂંક કરી હતી
  • રબારી સમાજે તાલુકાવાર રબારી કોમની માહિતી નિયામકને આપી હતી
  • ગીર, આલેચ અને બરડાનું જંગલ જે તાલુકામાં હોય તે તાલુકામાં સમિતિ બનેલી છે
  • મામલતદાર, TDO, રેન્જ ફોરેસ્ટ અધિકારી એમ ત્રણ અધિકારીઓની સમિતિ છે
  • તાલુકા સમિતિની બેઠક દર સપ્તાહે એકવાર મળવી જરૂરી છે
  • વિગતદર્શક કાર્ડ, મસવાડી પહોંચ, જંગલ ખાતાના આધારો પ્રમાણપત્ર માટે જરૂરી છે
  • તાલુકા મામલતદાર અરજીના આધારે તપાસ કરાવીને પ્રમાણપત્ર ઈશ્યુ કરે છે
  • વિવાદ થતા હવે ગુજરાત સરકારે જ્યુડિશિયલ કમિશનની રચના કરી છે
     

અત્યારે આદિજાતિનું પ્રમાણપત્ર કોને મળે છે?

  • વ્યક્તિ જન્મથી જ આદિજાતીનો અને મુળ ગુજરાતનો વતની હોવો જોઈએ
  • અરજદારના માતા-પિતા અને પૂર્વજો અનૂસુચિત જનજાતિના હોવા જોઈએ
  • અનૂસુચિત જનજાતિની વ્યક્તિ કોઈપણ ધર્મ અપનાવી શકે છે
  • અન્ય ધર્મ અપનાવે તો પણ તેને આદિજાતિનું પ્રમાણપત્ર મળવાપાત્ર છે
  • બહારથી આવેલા આદિજાતીના લોકોને જે તે રાજ્યનું પ્રમાણપત્ર મળી શકે છે
  • ધોરણ 8થી જે તે વ્યક્તિને આદિજાતીનું પ્રમાણપત્ર અધિકારીએ આપવું પડે છે
  • આંતર જ્ઞાતિય લગ્નમાં પતિ અથવા પત્ની આદિજાતીના હોવા જોઈએ
  • બેમાંથી એક વ્યક્તિ આદિજાતિના હોય તો તેના સંતાનને આદિજાતીનું પ્રમાણપત્ર મળે છે
  • આદિજાતિના વ્યક્તિ સંતાનને દત્તક લે તો સરકાર તેની તપાસ કરાવીને પ્રમાણપત્ર આપી શકે છે
  • સરદાર સરોવરના વિસ્થાપિત મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના આદિજાતિના લોકોને પ્રમાણપત્ર મળે છે
  • મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના આ આદિજાતિના લોકોને ગુજરાત સરકાર પ્રમાણપત્ર આપે છે
  • બંન્ને રાજ્યના વિસ્થાપિત આદિજાતિના લોકોને ગુજરાત સરકારે લાભ આપવાનું સ્વીકાર્યું છે
  • નોકરી માટે ગુજરાતમાંથી સ્થળાંતર કરી ગયેલા STના લોકો અહીંથી પ્રમાણપત્ર મેળવી શકે છે


કૃષિમંત્રીએ રાજ્યમાં વાવેતરને લઇને આપ્યું મહત્વનું નિવેદન

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કૃષિમંત્રી આ. સી. ફળદુએ વાવણીને લઇને નિવેદન આપ્યું છે. કૃષિમંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં 48 લાખ હેકટરમાં કુલ વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે કપાસના બદલે આ વર્ષે મગફળીમાં વાવેતર વધ્યું છે. 

કૃષિમંત્રી આર.સી. ફળદુએ વિગત આપતાં જણાવ્યું કે રાજ્યમાં ધાન્ય પાકોનું 3,60,620 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે કઠોળનું 1.47 લાખ હેકટરમાં વાવેતર થયું છે. આ સાથે તેલીબિયાનું 19.98 લાખ હેકટરમાં વાવેતર થયું છે. 

કૃષિમંત્રીએ કહ્યું કે તેલીબિયાં પાકોમાં ગતવર્ષ કરતા 7 લાખ હેકટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે 39.80 લાખ હેકટરમાં કુલ વાવેતર થયું હતું, જે આ વર્ષે 48 લાખ હેકટરમાં કુલ વાવેતર થયું છે. જ્યારે કપાસના બદલે આ વર્ષે મગફળીમાં વાવેતર વધ્યું છે. કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 

અનાજ વિતરણ બંધ થવા અંગે જયેશ રાદડિયા નું નિવેદન

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યમાં અનાજ બંધ થવા મુદ્દે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું જુલાઇ મહિનાથી રેગ્યુલર અનાજ શરૂ કરાશે. 10 તારીખથી કાર્ડધારોકો માટે અનાજ વિતરણ શરૂ થશે. જ્યારે આગામી 25 તારીખથી પ્રધાનમંત્રી અનાજ સ્કીમ હેઠળ અનાજ અપાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

cabinet meeting gujarat vijay rupani કેબિનેટ બેઠક ગાંધીનગર વિજય રૂપાણી Gujarat Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ