બ્રેકિંગ ન્યુઝ
VTV / guidelines for black fungus
Last Updated: 12:38 PM, 20 May 2021
ADVERTISEMENT
કોરોના વાયરસ બાદ હવે મ્યુકોર્માઇકોસિસે માથું ઉચક્યું છે. દેશમાં આ વાયરસે ઘણા લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. દેશભરમાં ઘણા રાજ્યોમાં આ વાયરસના ઘણા કેસો સામે આવ્યા છે. તેના માટે જરૂરી દવાઓ કે સારવાર માટે જરૂરી કોઈ પણ વસ્તુઓ કઈ જગ્યા પરથી મળી રહેશે તે માટે સરકારે એક ગાઈડલાઈન જાહેર કરી છે.
સરકારે લોકોને ખાસ જણાવ્યું છે કે મ્યુકોર્માઇકોસિસની દવાઓ સરકારી હોસ્પિટલોમાંથી જ મળશે. જેના માટે તેમણે દવાઓનું ડોક્ટરે લખેલુ પ્રિસ્ક્રિપ્શન લઈને જવાનું રહેશે. સરકારે લોકોને કાળાબજારીઓના ઝાંસામાં ન આવી વધારે પૈસા ખર્ચી દવાઓ ન લેવાનું સુચવ્યું છે.
ADVERTISEMENT
દેશમાં બ્લેક ફંગસના કેસો આવી રહ્યા છે સામે
કોરોના વાયરસના મહાસંકટના વચ્ચે બ્લેક ફંગસ એક પડકાર બનીને સામે આવી રહ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં તેના ઘણા કેસો સામે આવી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર બ્લેક ફંગસના કારણે મોત પણ થઈ છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ બ્લેક ફંગસના કારણે 90 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. દિલ્હી, રાજસ્થાન સહિત અન્ય ઘણા રાજ્યોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે.
સતત વધતા સંકટની વચ્ચે એઈમ્સ દ્વારા હવે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે બ્લેક ફંગસની જાણ થયા બાદ અને તેના ઈલાજ સમયે મદદ કરી શકે છે.
કયા દર્દીઓને સૌથી વધારે રિસ્ક?
કઈ રીતે બ્લેક ફંગસના લક્ષણોને ઓળખી શકાય?
કોરોના દર્દીઓની સારવાર કરનાર લોકો અથવા ડોક્ટરો માટે આ લક્ષણો બ્લેક ફંગસની ઓળખ કરવામાં સરળતા આપશે
ચહેરા પર સોજો આવવો
બ્લેક ફંગસના લક્ષણ દેખાવા પર શું કરવું જોઈએ?
જોઈ કોઈ દર્દીમાં બ્લેક ફંગસના લક્ષણ દેખાય છે તો તેની દેખરેખ કઈ રીતે કરવી જોઈએ? તેના વિષે એઈમ્સે જાણકારી આપી છે.
મહત્વનું છે કે બ્લેક ફંગસના મામલે અત્યાર સુધી યુપી, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં જોવા મળ્યા છે. દિલ્હીમાં મેક્સ, એઈમ્સ, સરગંગારામ અને મુલચંદ હોસ્પિટલમાં આવા મામલા સામે આવ્યા છે. મૂલચંદ હોસ્પિટલમાં આ બિમારીથી પીડિત એક દર્દીનું મોત પણ થઈ ગયું છે. રાજસ્થાને આ બિમારીને પણ કોરોનાની જેમ મહામારી જાહેર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.