દેશમાં જીએસટી કાયદો લાગૂ થયા બાદ અત્યાર સુધીમાં રેકોર્ડ જીએસટી કલેક્શન માર્ચ 2022માં આવ્યું છે.
મોંઘવારીમાં પણ સરકારને ઘી કેળા
કોરોનાકાળમાં પણ રેકોર્ડ તોડ રહ્યું કલેક્શન
જીએસટી કલેક્શનમાં આટલા કરોડ આવ્યા
દેશમાં જીએસટી કાયદો લાગૂ થયા બાદ અત્યાર સુધીમાં રેકોર્ડ જીએસટી કલેક્શન માર્ચ 2022માં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22ના અંતિમ મહિનો એટલે કે, માર્ચ 2022માં જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા એટલે કે, 1,42,095 કરોડ રૂપિયા આવ્યું છે. આ અત્યાર સુધીના કોઈ એક મહિનાનું સૌથી વધારે જીએસટી કલેક્શન છે.
નાણામંત્રાલયે થોડી વાર પહેલા એક ટ્વિટમાં આ પ્રકારની જાણકારી આપી હતી. અને કહ્યું હતું કે, જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તર પર આવ્યું છે અને તેણે જાન્યુઆરી 2022નું પોતાનું 1,40,986 કરોડ રૂપિયા રેકોર્ડ તોડ આવ્યું છે.
✅ All time high Gross #GSTCollection in March 2022, breaching earlier record of ₹1,40,986 crore collected in January 2022
✅ ₹1,42,095 crore gross #GST revenue collected in the month
માર્ચ 2022માં ગ્રોસ જીએસટી કલેક્શન રેવન્યૂ 1,42,905 કરોડ રૂપિયા રહ્યું, જેમાં સીજીએસટીનો ભાગ 25,830 કરોડ રૂપિયા છે અને એસજીએસટી 32,378 કરોડ રૂપિયા રહ્યું છે. આઈજીએસટીનું કલેક્શન 39,131 કરોડ રૂપિયા રહ્યું છે અને સેસનું યોગદાન 9417 કરોડ રૂપિયા રહ્યું છે. તેમાં 981 કરોડ રૂપિયાનું કલેક્શન સામે ઈન્કમ પર મેળવ્યું છે. ગ્રોસ જીએસટી કલેક્શન અત્યાર સુધીમાં સૌથી વધારે રહ્યું છે. અને તેણે જાન્યુઆરીના 1,40,986 કરોડ રૂપિયાના ઓલટાઈમ હાઈ કલેક્શનના આંકડાના પછાડી દીધા છે.
દર વર્ષે ઉત્તરોત્તર સારી કમાણી
વર્ષે દહાડે આધાર પર જીએસટી કલેક્શનમાં સારી એવી કમાણી થઈ રહી છે અને જે ગત વર્ષના અંતિમ મહિનો એટલે કે માર્ચ 2021ના કલેક્શનની સરખામણીએ 15 ટકા વધારે આવ્યું છે. તો વળી માર્ચ 2020માં જીએસટી કલેક્શનની સરખામણીએ 46 ટકા વધારે છે.