બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / government Engineering polytechnics colleges teachers protest social media gujarat

ગુજરાત / સરકારી ઈજનેરી અને પોલિટેકનિક કોલેજના 4000 અધ્યાપકોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું આંદોલન

Hiren

Last Updated: 09:47 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 33 પોલિટેકનિકના આશરે 4 હજારથી વધુ અધ્યાપકોએ સોશિયલ મીડિયા દ્વારા આંદોલનનો પ્રારંભ કર્યો છે.

  • સરકારી કોલેજ અને પોલિટેકનિકના અધ્યાપકોનું આંદોલન
  • વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ આવતા શરૂ કર્યું આંદોલન
  • 4 હજાર અધ્યાપકોનું સોશિયલ મીડિયા દ્વારા આંદોલન

રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો ગુજરાત રાજ્યમાં ટેકનિકલ શિક્ષણના વિકાસની સાથે સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે હંમેશા નિષ્ઠાપૂર્વક અને ખંતથી ફરજ બજાવી રાજ્યના તેમજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે. 

સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદેદારો સાથે અગ્ર સચિવ,  શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યાબાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી.

ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે ૬૦૦ જેટલા કોર્ટ કેસ હોવા એ ટેકનિકલ શિક્ષણ વિભાગની નીતિ-રીતિ અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. 

વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું ઠરાવેલ હતું જે અંતર્ગત આજથી સોશિયલ મીડિયા દ્વારા આંદોલનનો પ્રારંભ કરેલ છે. જે અન્વયે અધ્યાપકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે ટ્વિટર, ફેસબુક વિગેરે દ્રારા સરકારશ્રીને પોતાની માંગ પહોંચાડવા પ્રયત્ન કરેલ છે.

આજ રોજ આશરે ૫૦૦૦૦ જેટલા મેસેજ  #Padtarprashno  થી વિવિધ પડતર પ્રશ્નો માટે મેસેજ અને સાથે સાથે જુની પેન્શન યોજના અને સાતમા પગાર પંચના TA અને DAની માંગણી માટે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરી પોતાની માંગણી પહોંચાડવા પ્રયાસ કરેલ છે.

સરકારશ્રી સમક્ષ સમયાંતરે રજુ કરાયેલ મુખ્ય પડતર પ્રશ્નો: 
૧) ૦૧/૦૧/૨૦૧૬ પછી CAS (કેરિયર એડવાંન્સમેન્ટ સ્કીમ) હેઠળના લાભો આપવાના બાકી છે. 
૨)  આધ્યાયકોને નિયમાનુસાર સહાયક પ્રાદ્યાપક (વર્ગ-૨) થી સહ પ્રદ્યાપક (વર્ગ-૧) ની બઢતી આપવી.  
૩) સ્વવિનંતીથી બદલી કરવા અંગે 
4) અધ્યાપકોએ સરકારશ્રીમાં બજાવેલ એડહોક સેવાને સળંગ ગણી લગતા લાભો આપવા.  

આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા: 
પ્રકરણ-1: ૧૨ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર: પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાન. તમામ સભ્યો દ્વારા પોતાના અધિકાર માટે સોશ્યલ મિડીયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના મેસેજ/પોસ્ટર/સૂત્રો share કરશે અને સભ્યો #Padatarprashno સાથે Tweet કરશે. 
પ્રકરણ-2: તમામ સભ્યો તારીખ ૧૫, ૧૭, ૧૯, ૨૧ ના રોજ કાળા કપડા પહેરશે અને તારીખ ૧૬, ૨0, ૨૨ ના રોજ કાળી પટ્ટી ધારણ કરશે. કચેરી સમય પહેલા/પછી કે રિશેષ દરમ્યાન સંસ્થા ખાતે તમામ સભ્યો એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે સુત્રોચાર કરશે. 
પ્રકરણ-3: ૨૩ સપ્ટેમ્બરથી પડતર પ્રશ્નોનું ઉચિત નિરાકરણ આવે ત્યાં સુધી તમામ સભ્યો તમામ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ