બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / government employees gehlot sarkar full benefit pension after 25 years service

મોટી રાહત / સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ: હવેથી આ રાજ્યમાં 25 વર્ષની નોકરી બાદ મળશે સંપૂર્ણ પેન્શન

Bijal Vyas

Last Updated: 03:43 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે રાજસ્થાનના સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. હવે 28 વર્ષની સેવાને બદલે 25 વર્ષ પછી નિવૃત્તિ લીધા બાદ જ તેમને સંપૂર્ણ પેન્શનનો લાભ મળશે.

  • રાજસ્થાનની બજેટમાં પેન્શન અંગે મોટી જાહેરાત 
  • કેબિનેટે રાજસ્થાન સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1996માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી
  • હવે 75 વર્ષના પેન્શનરો અથવા પરિવારો 10 ટકા વધારાનું પેન્શન ભથ્થું લઈ શકશે

રાજસ્થાન સરકારે પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી છે. હવે રાજ્યના સરકારી કર્મચારીઓ 25 વર્ષની સેવા બાદ પેન્શનનો સંપૂર્ણ લાભ લઈ શકશે. મંગળવારે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં કેબિનેટે રાજસ્થાન સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1996માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સુધારા પછી, કર્મચારીઓ 25 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્તિ પર સંપૂર્ણ પેન્શનનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. પ્રેસ રિલીઝ  મુજબ, આ નિયમમાં સુધારા પહેલા, સંપૂર્ણ પેન્શન મેળવવા માટે સરકારી કર્મચારીઓ માટે 28 વર્ષ સુધી સેવા આપવી ફરજિયાત હતી.

Pension | VTV Gujarati

પેન્શન મળનાર વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારને મળશે લાભ 
આ ઉપરાંત હવે 75 વર્ષના પેન્શનરો અથવા પરિવારો 10 ટકા વધારાનું પેન્શન ભથ્થું લઈ શકશે. સરકારના નવા નિર્ણય મુજબ, પેન્શનર, તેના પરિણીત વિકલાંગ પુત્ર અથવા પુત્રીના મૃત્યુ પર, 12,500 રૂપિયા દર મહિને કમાણી કરતા પાત્ર સભ્યોને પણ ફેમિલી પેન્શનનો લાભ મળી શકશે. સરકારના નવા સુધારાની સૂચના 1 એપ્રિલ, 2023થી લાગુ થશે.

ગેહલોતે કરી બજેટની ઘોષણા 
કેબિનેટે પ્રમોશન, વિશેષ પગાર અને હોદ્દા સંબંધિત અન્ય ઘણા નિર્ણયો પણ લીધા હતા. રાજસ્થાન સિવિલ સર્વિસીસ (સુધારેલા પગાર) નિયમો, 2017 માં સુધારા માટેના અન્ય પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી કર્મચારીઓના વિશેષ પગારમાં વધારો થશે. ગેહલોતે 2023-24ના રાજ્યના બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી.

Ashok Gehlot gets clean chit in Rajasthan politics

કેબિનેટના આ નિર્ણયો પર લાગશે મોહર 
કેબિનેટે બીકાનેરના ભીલવાડાના વીર ગુર્જર વિકાસ તથા ધર્માર્થ  ટ્રસ્ટ, બીકાનેરમાં રૈગત સમાજ માટે હોસ્ટેલ માટે જમીન ફાળવી છે. આ ઉપરાંત દૌસા મેડિકલ કોલેજનું નામ પંડિત નવલ કિશોર શર્માના નામ પર રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ