GPay અથવા Google pay એ ભારતીય વપરાશકર્તાઓને એક ખાસ નવી સર્વિસ આપી છે. યુઝર્સ હવે Hinglish માં પણ ગૂગલ પે નો ઉપયોગ કરી શકે છે.
Google Pay એ નવી ભાષા Hinglish ઉમેરી
હવે Gpay માં ટોટલ 10 ભાષા મળશે
Gpay સૌથી લોકપ્રિય પેમેન્ટ એપ
નવી ભાષાનો ઉમેરો
Google એ તેની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન GPay માં એક નવી ભાષા સપોર્ટ ઉમેર્યો છે. Hinglishને હવે UPI બેસ્ડ GPay માં સપોર્ટ એડ કરવામાં આવ્યો છે. કંપનીએ આ પહેલા ઇન્ડિયા ઇવેન્ટમાં આની જાહેરાત કરી હતી. હવે તેને રિલીઝ કરી દેવામાં આવી છે.
હવે 10 ભાષાનો સપોર્ટ મળશે
Hinglish ભાષા સપોર્ટ સાથે ગૂગલ પે પાસે હવે 10 ભાષાઓ છે. તેમાં અંગ્રેજી (US), અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. જો તમે પણ આ પેમેન્ટ એપમાં તમારી ભાષા બદલવા માંગો છો, તો આ રહ્યાં સ્ટેપ્સ.
પહેલા એપ અપડેટ કરવી પડશે
આગળ વધતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલા ગૂગલ પેને એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો. આ પછી, તમારે તમારા સ્માર્ટફોન પર ગૂગલ પે એપ્લિકેશન ખોલવી પડશે.
આ રીતે બદલાવો ગૂગલ પે ની ભાષા
ગૂગલ પે ઓપન થયા બાદ ઉપરના જમણા ખૂણામાં આવેલા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો. ત્યારબાદ સેટિંગ્સમાં જાઓ અને પર્સનલ ઇન્ફો ઓપ્શન પર ટેપ કરો. અહીં તમને ભાષાનો વિકલ્પ જોવા મળશે. તમારે તમારી પસંદગીની ભાષા પસંદ કરવાની છે. આ પછી, ગૂગલ પેમાં એપ્લિકેશનની ભાષા તરત જ બદલાઈ જશે અને તમે તેને તમારી મનપસંદ ભાષામાં વાપરી શકશો. હાલમાં ગૂગલ પે ભારતમાં હિંદી, અંગ્રેજી અને હિંગ્લિશ ઉપરાંત 6 ક્ષેત્રીય ભાષાઓને સપોર્ટ કરે છે. તે બંગાળી, ગુજરાતી, કન્નડ, તેલુગુ, મરાઠી અને તમિલ ભાષાને પણ સપોર્ટ કરે છે.
વોટ્સએપ આપી રહી છે કેશબેક
ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટ એપ છે. આની સાથે સ્પર્ધા કરવા માટે, વોટ્સએપ તેના વપરાશકર્તાઓને સર્વિસનો ઉપયોગ કરવા માટે કેશબેક ઓફર કરી રહ્યું છે.