બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:57 PM, 20 August 2022
ADVERTISEMENT
સતત ચાર અઠવાડિયા તેજી બાદ સોનાના ભાવમાં આ અઠવાડિયે ઘટાડો થયો છે. આ અઠવાડિયે સોનાની કિંમતો 52 હજારના આંકડાની નીચે આવી ગઈ છે. સાથે જ ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંઘાયો છે. આ અઠવાડિયાના છેલ્લા દિવસે ભારતીય બજારમાં ગોલ્ડની કિંમતો 51,868 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ. આ અઠવાડિયાની શરૂઆતના દિવસે જ ગોલ્ડની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે સોનું 52,481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ADVERTISEMENT
આ અઠવાડિયુ ઘટ્યા સોનાના ભાવ
આ અઠવાડિયે ટ્રેડિંગની શરૂઆતર મંગળવારથી શરૂ થઈ. પહેલા દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો અને આ 52,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો છે. ત્યાર બાદ આખા અઠવાડિયે ગોલ્ડનો ભાવ ગગડ્યા. ગુરૂવારે આ 52 હજારના આંકડાની નીચે આવી ગયો અને 51,974 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયો. શુક્રવારે ગોલ્ડ 51,868 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર ક્લોઝ થયું.
કેટલું સસ્તુ થયું સોનું?
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન અનુસાર, ગયા અઠવાડિયાના હિસાબે આ અઠવાડિયાની ગોલ્ડની કિંમતોમાં 613 રૂપિયાનો ઘટાડો થયો છે. ગ્લોબલ માર્કેટની વાત કરવામાં આવે તો શુક્રવારે સોનાના રેટમાં 0.2 ટકાનો ઘટાડો થયો છે અને આ 1753.97 ડોલર પ્રતિ ઓંસ પર હતો. સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોબલ માર્કેટમાં 1730 ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે.
24 કેરેટ વાળા સોનાના ભાવ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ વાળા સોનાના ભાવ 19 ઓગસ્ટના સરેરાશ 51,868 રૂપિયા રહ્યો. જ્યારે 22 કેરેટ વાળા ગોલ્ડનો ભાવ 51,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. દરેક પ્રકારના ગોલ્ડના ભાવની ગણતરી ટેક્સ વગર કરવામાં આવી છે. સોના પર જીએસટી રેટ અલગથી આપવો પડે છે. જો તમે સોનાના દાગીના ખરીદી રહ્યા છો તો તેના પર ટેક્સ ઉપરાંત મેકિંગ ચાર્જ પણ લાગે છે. તેના કારણે જ્વેલરીની કિંમત વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.