બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Gold price spoils mood during wedding season

ઉછાળો / લગ્ન સિઝનમાં સોનાની કિમંતે બગાડ્યો મૂડ, છેલ્લા 6 મહિનાની ટોચ પર પહોંચ્યા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

Published By: Mahadev Dave

Last Updated: 12:12 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર જાહેર રજાઓને બાદ કરતા 24 નવેમ્બરે સોનાની કિંમત 61,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

  • લગ્નસરાની સીઝનમાં સોનું બન્યું મોંઘુ
  • છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો
  • સોનાની કિંમત 61,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

એક બાજુ દેશમાં લગ્નનિબસિઝનના શ્રીગણેશ થયા છે. જેને લઈને ધોમ લગ્નગાળો જોવા મલી રહ્યોં છે. પરિણામે હોલ પાર્ટી પ્લોટ ફૂલ છે. ત્યારે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળતા લગ્નની મોજ ફિક્કી લાગી રહી છે. સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો લગ્નની સિઝનનો મૂડ બગાડી શકે છે. સોમવાર, 27 નવેમ્બર, 2023 ના રોજ, નબળા યુએસ ડૉલરને કારણે, સોનાનો ભાવ છ મહિનામાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચી ગયો છે. જેને લઇને જે પરિવારના આંગણે લગ્ન છે. તેવા લોકો મુંજાયા છે.

સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો! ખરીદવું હોય તો બેસ્ટ ટાઈમ, અહીં ફટાફટ ચેક કરો  10 ગ્રામની લેટેસ્ટ પ્રાઈઝ | gold silver rate today 23 august
 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ $2,019.92 પર પહોંચી ગઈ છે. અગાઉ, 16 મે, 2023 ના રોજ, સોનાની કિંમત પ્રતિ ઔંસ $ 2017.82 ના સ્તરે પહોંચી હતી. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અપેક્ષા કરતા વહેલા તેની નાણાકીય નીતિમાં રાહત આપવાનું શરૂ કરી શકે છે, જેના કારણે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. એક બાજુ ઇઝરાયલ હમાસ યુદ્ધ અને નબળા વૈશ્વિક સંકેતોને લઈને વૈશ્વિક અનિશ્ચિતતા, કમરતોડ ફુગાવો અને સમગ્ર વિશ્વમાં રાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. ભારતમાં ગુરુ નાનક જયંતિના કારણે 27 નવેમ્બર સોમવારના રોજ બુલિયન બજાર બંધ રહ્યું હતું.હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં થયેલા વધારાને લઈને આવતીકાલે બજાર ખુલતા અસર પડી શકે તેમ છે.

gold silver rate today 23 august

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે જાહેર થયેલ વિગત અનુસાર 24 નવેમ્બરે સોનાની તોલાદીઠ કિંમત 61,440 રૂપિયા હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર 4 ઓક્ટોબર 2023ના રોજ સોનાની કિંમત 56,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે બે મહિનાથી ઓછા સમયમાં સોનાની કિંમતમાં 4813 રૂપિયા જેવો જંગી વધારો જોવા મળ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Gold Price Wedding Season લગ્ન સિઝન સોનાના ભાવમાં વધારો સોનાની કિંમત Gold Price

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ