બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:17 PM, 22 September 2022
ADVERTISEMENT
ગુરુવાર 22 સપ્ટેમ્બરે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે, પરંતુ ચાંદીમાં મજબૂતી આવી છે. ભારતમાં આજે સોનાની કિંમત 7 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત શરૂઆતી વેપારમાં 0.21 ટકા ઘટી છે. એ જ રીતે ચાંદી પર પણ ગઈકાલના બંધ ભાવ કરતાં 0.30 ટકા નીચી બોલી લગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કેટલી ઘટી સોનાની કિંમત?
ગુરુવારે, 24 કેરેટ શુદ્ધતાનું MCX સોનું સવારે 9:10 વાગ્યે 105 રૂપિયા ઘટીને 49,338 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. ગુરુવારે વાયદા બજારમાં સોનામાં ટ્રેડિંગ રૂ. 49,314.00ના સ્તરથી શરૂ થયો હતો. થોડા સમય પછી કિંમત 49,314.00 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ. પરંતુ, બાદમાં થોડી તેજી આવી અને તે 49,338 રૂપિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યુ.
ચાંદીમાં 172 રૂપિયા સુધીનો ઘટાડો
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ ચાંદીના ભાવમાં મંદી છે. ચાંદીનો ભાવ ગુરુવારે 172 રૂપિયા ઘટીને 57,126 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આજે ચાંદીમાં 56,961 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો. થોડા સમય પછી કિંમત વધી અને તે 57,126 રૂપિયા પર ટ્રેડ થવા લાગી.
આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી
ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં નરમાઈ જોવા મળી છે, જ્યારે ચાંદીમાં થોડી મજબૂતી જોવા મળી છે. સોનાના ભાવમાં આજે 0.32 ટકાનો ઘટાડો થયો છે. ત્યાં જ ચાંદીનો રેટ 0.51 ટકા મજબૂત થયો છે. સોનાની કિંમત આજે પ્રતિ ઔંસ 1,660.95 ડોલર થઈ ગઈ છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની હાજર કિંમત વધીને 19.39 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.