એક યુટ્યુબરે પોતાની નાની બહેનની સાથે થયેલા ઘટનાક્રમને ટ્વિટર પર જણાવ્યો. તેણે બહેનના હોસ્પિટલ બિલને પણ શેર કર્યુ છે. ત્યારબાદ વિવાદ વધુ છંછેડાયો.
એક યુટ્યુબરે બહેન સાથે થયેલો ઘટનાક્રમ જણાવ્યો
લાચાર દર્દી પાસેથી તબીબે વસુલ્યા 3 હજાર રૂપિયા
મારી બહેન પાસે રડવાના 3 હજાર રૂપિયા લીધા
તબીબે દર્દી પાસેથી રડવાના પૈસા વસુલ્યા !
યુટ્યુબરે જણાવ્યું કે નાની બહેન પાસેથી "emotional and behavioural assessment"ના નામે પૈસા લેવામાં આવ્યાં. કારણકે આંખમાં આંસૂ આવ્યાં હતા. પરંતુ તબીબે તેની મદદ માટે કશુ કર્યુ નહીં. અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી યુટ્યુબર કેમિલી જૉનસને ટ્વિટર પર આ ઘટના અંગે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે તેની બહેન એક દુર્લભ બિમારીથી ગ્રસ્ત છે અને તેના માટે યોગ્ય કાળજી લેવામાં મોટી મુશ્કેલી થઇ રહી છે. કેમિલીએ ટ્વિટ કરી બહેનના હોસ્પિટલના બિલને શેર કર્યુ અને લખ્યું, એક હેલ્થ કન્ડીશનના કારણે મારી નાની બહેનને ખૂબ પરેશાની થતી હતી અને આખરે તે તબીબ પાસે પહોંચી. તબીબોએ મારી બહેન પાસે રડવાના 3 હજાર રૂપિયા વસુલ્યા.
My little sister has been really struggling with a health condition lately and finally got to see a doctor. They charged her $40 for crying. pic.twitter.com/fbvOWDzBQM
યુટ્યુબરે જણાવ્યું કે મારી બહેન લાગણીશીલ થઇ. કારણકે તે પોતાને હતાશ અને લાચાર ફીલ કરી રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું, એક આંસુ પડ્યુ અને અંદાજે 3 હજાર રૂપિયા વસુલ્યા. એવુ પણ ના પૂછ્યુ કે તે કેમ રડી રહી છે? મદદનો પ્રયાસ, મૂલ્યાંકન કરવુ, પ્રિસ્ક્રીપ્શન કશું જ નહીં. કેમિલીએ વધુમાં લખ્યું, ક્લિનિકે મારી બહેન પાસેથી વિઝન એસેસમેન્ટના ઓછા અને રડવાના વધુ પૈસા વસુલ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે તેની બહેન પાસેથી હીમોગ્લોબિન ટેસ્ટ, હેલ્થ અને રિસ્ક એસેસમેન્ટ અને કેપિલરી બ્લડ ડ્રો માટે ઓછા પૈસા અને રડવા માટે વધુ પૈસા વસુલવામાં આવ્યાં.