બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / giriraj singh on population law is not made then the unity of the country

નિવેદન / 'દર મિનિટે 30 બાળકોનો જન્મ, વસતી નિયંત્રણ કાયદો નહીં બને તો નહીં બચે દેશની એકતા', જાણો કોણ બોલ્યું

Vaidehi

Last Updated: 05:43 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનનું ઉદાહરણ આપતાં કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ત્યાં એક મિનીટમાં 10 બાળકો જન્મે છે અને ભારતમાં 30 જન્મે છે. ગિરિરાજ સિંહે દેશની જનસંખ્યા પર વાત કરી આંકડાઓ દર્શાવ્યા.

  • ગિરિરાજ સિંહએ જનસંખ્યા નિયંત્રણ પર કરી વાત
  • ચીન અને ભારતની કરી સરખામણી
  • જનસંખ્યા નિયંત્રણનો કાયદો બનાવવાની કરી માંગ

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે જનસંખ્યાનાં કાયદા પર વાત કરતાં કહ્યું કે આ વિષય પર કાયદો ન બન્યો તો દેશમાં એકતા પણ નહીં બચી શકે. તેમણે આ મુદા પર ચીનનું ઉદાહરણ આપતાં કહ્યું કે 1978માં ચીનની જીડીપી ભારતથી ઓછી હતી. 1979માં ચીન વન ચાઇલ્ડ પોલિસી લાવ્યું અને ચીનની જીડીપીની માહિતી બધાને ખબર જ છે.

ચીનમાં એક મિનીટમાં 10 તો ભારતમાં 30 બાળકોનો જન્મ
ગિરિરાજ સિંહે કહ્યું કે ચીનમાં આજે એક મિનીટમાં 10 બાળકો જન્મે છે જ્યારે ભારતમાં એક મિનીટમાં 30 બાળકો જન્મે છે. જનસંખ્યા નિયંત્રણને લઇને કાયદો બનાવવાની માંગ બીજેપી અને આરએસએસની તરફથી વારંવાર કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશનાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પાછલાં મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે સરકાર જનસંખ્યા નિયંત્રણને લઇને આગળ વધે કારણ કે તે રાષ્ટ્રહિતમાં જ છે. તેમણે કહ્યું કે અમે સંપૂર્ણરીતે આ વાતનું સમર્થન કરીએ છીએ અને જ્યારે પણ આ મુદે બેઠક થશે અમે તેમાં જોડાશું. ડેપ્યુટી સીએમ એ પણ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણનો વિરોધ કરવાવાળા લોકોની સંખ્યા ઓછી છે.

મોહન ભાગવતનો સરકારને સાફ સંદેશો
આ પહેલાં આરએસએસનાં પ્રમુખ મોહન ભાગવતએ પણ આ મુદે પોતાનો અવાજ ઊઠાવ્યો હતો. મોહન ભાગવતે એક ભાષણ થકી સરકારને સાફ સંદેશા આપતાં કહ્યું હતું કે દેશને વ્યાપક વિચારો બાદ હવે જનસંખ્યા નીતિ તૈયાર કરવી જોઇએ અને તમામ સમુદાય પર તેને સમાનરૂપે લાગુ પાડવું જોઇએ.

કાયદો લાવવા મુદે સરકારનો અભિપ્રાય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આધુનિક ગર્ભનિરોધકનો ઉપયોગ વધીને 56.5% થયો છે જ્યારે કુટુંબ આયોજનની અધૂરી આવશ્યકતા માત્ર 9.4% ની જ છે. 2019માં કાંચો જન્મદર ઘટીને 19.7% થયો જેના કારણે સરકાર જનસંખ્યા નિયંત્રણને લઇને કોઇ પણ કાયદાકિય ઉપાય પર ચર્ચા કરી રહી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ