બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Ganguly celebrates his birthday by dancing in the streets of London in the middle of the night

સૌરવ ગાંગુલી / 'તું મેરા હીરો ..' અડધી રાત્રે લંડનની ગલીઓમાં નાચીને અનોખા અંદાજમાં ગાંગુલીએ મનાવ્યો જન્મદિવસ

Megha

Last Updated: 05:13 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંગુલીએ તેની પત્ની ડોના અને દીકરી સના સાથે લંડનની ગલીઓમાં ડાન્સ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી

  • સૌરવ ગાંગુલી આજે લંડનમાં તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
  • પત્ની ડોના અને દીકરી સના સાથે લંડનની ગલીઓમાં ડાન્સ કરતાં જોવા મળ્યા 
  • સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા સાથે ડિનર કરતાં નજર આવ્યા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના સમયમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે લંડનમાં તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાંગુલીએ તેની પત્ની ડોના અને દીકરી સના સાથે લંડનની ગલીઓમાં ડાન્સ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ગાંગુલીનો આ બિન્દાસ અંદાજ ક્રિકેટ મેદાનની બહાર પહેલી વખત જોવા મળ્યો છે. 

ગાંગુલીના ડાન્સ કરતો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. ગાંગુલી લંડનની ગલીઓ માં થોડા નજીકના મિત્રો સાથે અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મ દેશી બોયજના ગીત 'તું મેરા હીરો ..' ગીત પર ડાન્સ કરતાં નજર આવ્યા હતા. 

આ વાયરલ વિડીયો પહેલા સૌરવ ગાંગુલીને ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા સાથે ડિનર કરતાં નજર આવ્યા હતા. ભારતીય ક્રિકરના લોકપ્રિય ખેલાડી સૌરવ ગાંગુલીએ તેમણાં કરિયરની શરૂઆત એક સદી ફટકારીને કરી હતી. 24 વર્ષની ઉંમરે એમને ઈંગ્લેન્ડ સામેની એક મેચમાં 2 વિકેટ લીધી હતી અને એ પછી એમણે 131 રન બનાવ્યા હતા. ગાંગુલી ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. 

'પ્રિન્સ ઓફ કોલકતા' અને 'રોયલ બંગાળ ટાઈગર' નામથી મશહૂર સૌરવ ગાંગુલીએ તેમણાં કરિયરમાં ઘણી ઉપલબ્ધિ મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના સમયમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાંગુલીનો જન્મ આજના દિવસે એટલે કે 8 જુલાઇના 1972 ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં થયો હતો. સૌરવ ગાંગુલીના પિતાનું નામ ચંડીદાસ અને માતાનું નામ નિરૂપા ગાંગુલી છે અને આ સિવાય એમના પરિવામાં તેમણાં મોટાં ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમણી પત્ની અને તેમણી એક દીકરી છે. સૌરવ ગાંગુલીના પિતા એક સફળ બીઝનેસમેન હતા. સૌરવ ગાંગુલી અંદર 19 ક્રિકેટ થી લઈને સિનિયર ટીમ સુધી તેમના ક્રિકેટ રમીને નામ કમાયું છે. એમની કૅપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2003ના વનડે વર્લ્ડ કપના ફાઇનલમાં પંહોચી હતી. જો કે એ સમયે એમનો કોચ ગ્રેગ ચૈપલ સાથે થોડી બોલાચાલી થઈ ગઈ હતી જેને કારણે તેઓ ટીમમાંથી બહાર થઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ