શંકરસિંહ વાઘેલાના NCPમાં જોડાવા અંગે CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

By : kavan 12:40 PM, 29 January 2019 | Updated : 12:40 PM, 29 January 2019
ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાવવાના છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, શંકરસિંહ બાપુ છે, તે ક્યાંય પણ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીમાં જોડાતા પહેલા શંકરસિંહ વાઘેલાએ NCP અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

મુંબઇમાં શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારે હવે શરદ પવારમાં આવી રહ્યા છે. આ દરમિયાન શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાશે. NCPના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બાપુ પાર્ટીમા જોડાશે.  પ્રફુલ્લ પટેલ, જયંત બોસ્કી અને કાંધલ જાડેજાની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે.

શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાઈ જાય તે હવે પાકું
લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ ફરી એકવાર પક્ષ બદલવા જઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ NCPમાં જોડાઈ જાય તે હવે પાકું થઈ ગયું છે. ત્યારે NCP નેતા જયંત બોસ્કીએ શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કરતાં જણાવ્યું કે શંકરસિંહ જો NCPમાં આવે તો તે પાર્ટીને આગળ વધારી શકે છે.

શંકરસિંહે ભાજપ અને કોંગ્રેસની પાર્ટીમાં સારી જવાબદારી નિભાવી છે. જો તે NCPમાં આવે તો તેનો લાભ પાર્ટીને મળી શકે છે. એનસીપી નેતા જયંત બોસ્કીએ પણ બાપુના સૂરમાં સૂર મેળવતા લોકસભામાં ગુજરાતમાં ભાજપને સમર્થન ન આપવાની વાત કરી છે.

કાંધલ જાડેજાના કારણે એનસીપી મજબુતાઈથી લડી શકે છે
શંકરસિંહના એનસીપી ગમન અને લોકસભા ચૂંટણીના આગમન વચ્ચે જો રાજ્યની કેટલીક બેઠકો પર નજર કરવામાં આવે તો પોરબંદર લોકસભા બેઠક પર કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કારણે એનસીપી મજબુતાઈથી લડી શકે છે. કોંગ્રેસ માટે પોરબંદર લોકસભા બેઠક જીતી શકાય તેવી પણ પાતળી શક્યતા છે. એવા સમયે જો ગઠબંધન રાષ્ટ્રીય પગલે ગુજરાતમાં એનસીપી સાથે કોંગ્રેસું ગઠબંધન ન થાય તો એનસીપીના ઉમેદવારના કારણે કોંગ્રેસ આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.

બાપુનો પ્રભાવ જ્ઞાતિગત રાજનીતિને કારણે મજબુત
તો આ તરફ સાબરકાંઠા, ગોધરા અને ગાંધીનગર સહિતની કેટલીક લોકસભા બેઠકો પર બાપુનો પોતાનો પ્રભાવ જ્ઞાતિગત રાજનીતિને કારણે મજબુત રહ્યો છે. એવા સમયે આ બેઠકો પર પણ બાપુ મહત્વનો રોલ ભજવી શકે છે અને તેનું નુકશાન કોંગ્રેસને થવું સ્વાભાવિક છે.Recent Story

Popular Story