બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Gambhir gave away his man of the match award to Virat, the old video went viral

ક્રિકેટ / VIDEO: જ્યારે ગંભીરે પોતાનો મેન ઑફ ધ મેચ ઍવોર્ડ આપી દીધો હતો વિરાટને, જૂનો વીડિયો થયો વાયરલ, હવે કેમ 36નો આંકડો

Megha

Last Updated: 03:12 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલી અને ગૌતમ ગંભીર બંને ટીમ ઈન્ડિયા માટે સાથે રમ્યા છે. વિરાટે શ્રીલંકા સામે સદી ફટકારી હતી તો ગૌતમ ગંભીરે 150 રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

  • વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને ટીમ ઈન્ડિયા માટે સાથે રમ્યા હતા 
  • ગંભીરે પોતાનો એવોર્ડ વિરાટને આપી દીધો હતો 
  • હવે વિરાટ અને ગંભીર વચ્ચે 36નો આંકડો કેમ?

લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જે ઉગ્ર બોલાચાલી થઈ હતી અત્યાર સુધી ઘણી હેડલાઈન્સમાં છે. હાલ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની ઉગ્ર બોલાચાલીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સાથે જ એ વાત પણ નોંધનીય છે કે મેચ દરમિયાન કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલીની સ્થિતિ જોવા મળી હતી અને આ પછી ગંભીર સાથે બોલાચાલી થઈ હતી. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીર અને કોહલીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગંભીર કોહલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપતો જોવા મળી રહ્યો છે.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને ટીમ ઈન્ડિયા માટે સાથે રમ્યા
જણાવી દઈએ કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને ટીમ ઈન્ડિયા માટે સાથે રમ્યા છે.જ્યારે વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે ગૌતમ ગંભીર ટીમમાં પોતાને સ્થાપિત કરી ચૂક્યો હતો.2008માં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિરાટને પ્રથમ વનડે સદી માટે લગભગ એક વર્ષ રાહ જોવી પડી હતી.ડિસેમ્બર 2009માં વિરાટે શ્રીલંકા સામે સદી ફટકારી હતી, તે જ મેચમાં ગૌતમ ગંભીરે 150 રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ગંભીરે પોતાનો એવોર્ડ વિરાટને આપી દીધો હતો 
મેચ બાદ પ્રેઝન્ટેશનમાં જ્યારે ગૌતમ ગંભીરને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે પોતાનો એવોર્ડ વિરાટને આપ્યો હતો. એ સમયે લાગતું હતું કે આવનારા સમયમાં બંને વચ્ચે ખૂબ જ સારી જુગલબંધી થશે.પરંતુ આવું ન થયું.વિરાટ અને ગંભીરની ઓનફિલ્ડ ફાઈટ પહેલીવાર IPL 2013માં જોવા મળી હતી.ત્યારબાદ વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નો કેપ્ટન હતો અને ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો. હવે ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો છે. હાલ ગૌતમ ગંભીર લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર છે અને વિરાટ આરસીબીનો સ્ટાર ક્રિકેટર છે.

વિરાટ અને ગંભીર વચ્ચે 36નો આંકડો કેમ?
જો કે એવું પણ માનવામાં આવે છે કે ગંભીર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વધારે પસંદ નહોતો કરતો અને વિરાટ કોહલી શરૂઆતથી જ ધોનીની લોબીમાં રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં જેમ જેમ વિરાટનું કડ વધતું ગયું તેમ તેમ ગંભીરનું કદ ઓછું થવા લાગ્યું હતું અને એ જ કારણે એવું માનવામાં આવે છે કેકે ગંભીર કિંગ કોહલીને બિલકુલ પસંદ નથી કરતો.

આ બોલાચાલી પાછળનું કારણ શું?
વાસ્તવમાં આ સીઝનમાં આરસીબી અને એલએસજી વચ્ચેની આ બીજી મેચ હતી. પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રમાઈ હતી જેમાં એલએસજીએ છેલ્લા બોલ પર આરસીબીને એક વિકેટથી હરાવ્યું. આ મેચ બાદ એલએસજીના મેન્ટર ગંભીરે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર લોકોને મોં પર આંગળી રાખવાનો ઈશારો કર્યો હતો. જણાવી દઈએ કે લખનૌમાં જ્યારે RCBની જીત થઈ ત્યારે વિરાટ કોહલી કંઈક આવું જ કરતો જોવા મળ્યો હતો અને મેચ બાદ બંને વચ્ચે ઝઘડો થોડો વધી ગયો હતો, જે બાદ અમિત મિશ્રાએ દરમિયાનગીરી કરવી પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ