બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gambakhwar accident today in Amreli including Veraval, Mahisagar

ગોઝારો શુક્રવાર / વેરાવળ, મહીસાગર સહિત અમરેલીમાં આજે ગમખ્વાર અકસ્માત: એક બાળકી સહિત કુલ 3નાં મોત, પરિવારોમાં ભારે આક્રંદ

Priyakant

Last Updated: 10:00 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Today Accident News: કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત તો હિટ એન્ડ રનની ઘટના પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

  • ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત 
  • વેરાવળ લાટી ગામે હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત 
  • અમરેલી-સાવરકુંડલા રોડ પર અકસ્માતમાં બાળકીનું મોત 
  • મહીસાગરના લુણાવાડામાં અકસ્માતમાં મહિલાનું મોત  

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ તરફ રાજ્યમાં વધતા જતાં બનાવો વચ્ચે વધુ ત્રણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમરેલી-સાવરકુંડલા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે. આ તરફ વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટના પોલીસકર્મીનું મોત તો મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતમાં મહિલાનું કરુણ મોત થયું છે. 

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત
અમરેલી-સાવરકુંડલા રોડ કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બોરાળા ગામેથી કેરાળા ગામે જતા પરીવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 બાળકી અને 1 મહિલા સહિત બાઈકચાલકને ઇજાઓ પહોંચી હતી. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયું છે. આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 

અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત
વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત થયું છે. વિગતો મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI એ.કે.રાઠોડ બાઇક લઈને સુત્રાપાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમણે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે હવે પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

બાઈક સવાર દંપતિને નડ્યો અકસ્માત 
મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાઇક પર જઈ રહેલ દંપતિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ તરફ પતિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ