બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / gallantry awards colonel santosh babu awarded maha vir chakra posthumously

સલામ / ચીની સેનાને પરસેવો છોડાવી દેનાર શહીદ કર્નલ સંતોષ બાબૂને વીરતાનું બીજું સૌથી મોટું સન્માન

Dharmishtha

Last Updated: 01:13 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગલવાન ઘાટીમાં શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  • કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્ર
  •  ગલવાન ઘાટીમાં ચીની સેના સામે બાથ ભીડનાર નૂડુરામ સોરેનને પણ મરણોપરાંત વીર ચક્ર
  •  કર્નલ સંતોષ બાબૂ અડેલા રહ્યા અને ચીની સૈનિકો પીછે હઠ કરવા મજબૂર કરી દીધા

કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્ર

પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકોની સાથે બાથ ભીડતા શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્નલ સંતોષ બાબૂની મા અને પત્નીને આ પુરસ્કાર આપ્યો. સંતોષ બાબૂની સાથે જ ઓપરેશનનો ભાગ રહેલા નાયબ સૂબેદાર નૂડૂરામ સોરેન, હવાલદારના પિલાની, નાયક દીપક સિંહ અને કોન્સ્ટેબર ગુરતેજ સિંહને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

 ગલવાન ઘાટીમાં ચીની સેના સામે બાથ ભીડનાર નૂડુરામ સોરેનને પણ મરણોપરાંત વીર ચક્ર

ઉલ્લેખનીય છે કે નાયબ સૂબેદાર નૂડૂરામ સોરેનને ગત વર્ષ જૂનમાં ગલવાન ઘાટીમાં ચીની સેના તરફથી કરવામાં આવેલા હુમલામાં વીરતા પૂર્વક દુશ્મનની સેનાનો સામન કર્યો.  દુશ્મન સામે બાથ ભીડનાર નાયબ સુબેદાર સોરેને પોતાના પ્રાણની બાજી લગાવી દીધી છે. નૂડુરામ સોરેનને પણ મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમની પત્નીને આ સન્માન આપ્યું.

કર્નલ સંતોષ બાબૂના નેતૃત્વમાં ભારતીય સેનાએ ચીની સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ જૂનમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પૂર્વ લદ્દાખમાં ઘૂસખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સીમા પર હાજર કર્નલ સંતોષ બાબૂના નેતૃત્વમાં ભારતીય સેનાએ ચીની સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સંતોષ બાબૂએ ચીની સૈનિકોને પાછળ જવા કહ્યું પણ ચીની સૈનિકોએ પથ્થર મારો શરુ કરી દીધો.

 કર્નલ સંતોષ બાબૂ અડેલા રહ્યા અને ચીની સૈનિકો પીછે હઠ કરવા મજબૂર કરી દીધા

ચીની સૈનિકોની પથ્થરમારા બાદ પણ કર્નલ સંતોષ બાબૂ અડેલા રહ્યા અને ચીની સૈનિકો પીછે હઠ કરવા મજબૂર કરી દીધા. આ ઘટનામાં ભારતમાં 20 જવાનો શહીદ થઈ ગયા હતા. અનેક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે આ ઘટનામાં ચીનથી 40 સૈનિકો માર્યા ગયા જો કે ચીને 4થી 5 સૈનિકોના માર્યા ગયાની ખરાઈ કરી .

આ વીરોને પણ કરાયા સન્માનિત

ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક આર ચૌધરી, નૌસેના પ્રમુખના વાઈસ એડમિરલ આર હરિ કુમારને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મેડલ આપ્યા. આ સાથે સેન્ય સચિવ લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ સિરોહીને ઉત્તમ યુદ્ધ સેવા પદક આપ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ