બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / g20 summit modi government will chair with all chief minister

G-20 સમિટ / ભારત માટે મહત્વપૂર્ણ વર્ષની થઈ રહી છે શરૂઆત, તૈયારીઓ માટે તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી શકે છે PM મોદી

MayurN

Last Updated: 11:04 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 ગ્રૂપના દેશોનું પ્રમુખપદ મળતાની સાથે જ મોદી સરકાર તેની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. પીએમ ટૂંક સમયમાં તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી શકે છે.

  • આ વર્ષે G20 ગ્રૂપના દેશોનું પ્રમુખપદ ભારત પાસે
  • ભારતમાં આવનાર સમયમાં 75 બેઠકોનું આયોજન 
  • સમિટની તૈયારી માટે પીએમ બધા મુખ્યમંત્રીઓને મળશે

થોડા સમય પહેલા જ ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ યોજાઈ હતી. આ બાદ યજમાન દેશે આવનર સમિટનો કારોભાર ભારતને આપ્યો છે. વર્ષ 2023 માં ભારત યજમાન દેશ છે. ત્યારે G20 ગ્રૂપના દેશોનું પ્રમુખપદ મળતાની સાથે જ મોદી સરકાર તેની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. આ માટે જ્યાં એક તરફ વિવિધ વિષયો પર કાર્યકારી જૂથોની બેઠકની તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન પોતે તેની તૈયારી પર નજર રાખી રહ્યા છે.

તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવશે
આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંબંધિત કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા કરવા માટે ટૂંક સમયમાં તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન 5 ડિસેમ્બરે તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટે તમામ મુખ્યમંત્રીઓને જાણ કરવામાં આવી રહી છે. 

કેલેન્ડર તૈયાર થઇ રહ્યું છે
G20 જૂથના દેશોની શિખર બેઠક આગામી વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા જૂથબંધી દેશોના મંત્રીઓ, અધિકારીઓ અને નાગરિક સમાજ વચ્ચે વિવિધ વિષયો પર ઘણી બેઠકો થશે. અત્યાર સુધીની આ બેઠકો અને કાર્યક્રમોનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ બેઠકો નીચે મુજબ છે. 

  • ફેબ્રુઆરી 2023 માં, પ્રવાસન સંબંધિત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક કચ્છના રણમાં યોજાશે.
  • ફેબ્રુઆરી 2023માં જ સંસ્કૃતિ સંબંધિત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ખજુરાહોમાં યોજાશે.
  • આરોગ્ય પર કાર્યકારી જૂથની પ્રથમ બેઠક જાન્યુઆરી 2023માં તિરુવનંતપુરમમાં યોજાશે.
  • જ્યારે કૃષિ પર કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ફેબ્રુઆરી 2023માં ઈન્દોરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

75 શહેરોમાં 75 બેઠકો 
મોદી સરકાર આ અધ્યક્ષસ્થાને આઝાદીના અમૃત મહોત્સવ સાથે જોડીને આયોજન કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં સમિટની બેઠક પહેલા સરકાર દેશના 75 શહેરોમાં 75 બેઠકો આયોજિત કરવાની યોજના બનાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ