બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Full information that Talati exam will be held on 30th April itself

રાજકોટ / તૈયારી કરતાં રહેજો.! તલાટીની પરીક્ષા 30 એપ્રિલે જ આવે તેવા પૂરેપૂરા એંધાણ, કોલેજો મળવા લાગી, જુઓ કોણે શું કર્યા આદેશ

Vishal Khamar

Last Updated: 07:00 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ GPSSB નાં અધ્યક્ષનાં નિવેદન બાદ સૌરાષ્ટ્ર યુનિ. તેમજ ઉ. મા. શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ દ્વારા હસમુખ પટેલનાં નિવેદન બાદ તેઓની પ્રતિક્રિયા આપી હતી.

  • તલાટીની પરીક્ષામાં સેન્ટરોનો મુદ્દો ગરમાયો
  • હસમુખ પટેલના નિવેદન બાદ પ્રતિક્રિયા
  • "સ્કૂલો સેન્ટર નથી આપતી તે વાત ખોટીઃપંકજ પટેલ

 આગામી 30 એપ્રિલેનાં રોજ તલાટીની પરીક્ષાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજો પરીક્ષા કેન્દ્ર આપવા માટે તૈયાર છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં VC ર્ડા. ગિરિશ ભીમાણીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તલાટીની પરીક્ષામાં યુનિવર્સિટી કોલેજો આપવા તૈયાર છે. તેમજ સરકારના પરીક્ષા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા તત્પર હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પણ કોલેજો અપાઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં VC ર્ડા. ગિરિશ ભીમાણી

માત્ર 70 રૂપિયા આ પરીક્ષામાં આપવામાં આવ્યા છે-પંકજ પટેલ
તલાટીની પરીક્ષામાં સેન્ટરો બાબતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનાં મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલે કહ્યું કે, હસમુખ પટેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે સ્કૂલો બિલ્ડિંગ આપતી નથી.  સ્કૂલો કેમ્સપ નથી આપતી આ વાત તદ્દન ખોટી છે. અમદાવાદમાં સ્કૂલો હંમેશા પરીક્ષાઓમાં સેન્ટર આપવા તૈયાર હોય છે. જે સ્કૂલો નથી આપતી તેનું પણ ચોક્કસ કારણ છે. અન્ય પરીક્ષામાં સ્કૂોને પરીક્ષા ખંડ ફાળવવા બાબતે પૈસા અપાય છે. ગૌણ સેવા મંડળની પરીક્ષામાં પૈસા અપાતા નથી. માત્ર 70 રૂપિયા આ પરીક્ષામાં આપવામાં આવ્યા છે. સ્કૂલને લાઈટબિલ, ઝોરક્ષ ખર્ચ, પાણી ખર્ચ બધાનો ખર્ચ થાય છે. ત્યારે અમારો પ્રયાસ હોય છે કે ગેરરીતિ ન થાય.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનાં મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલ

એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છેઃહસમુખ પટેલ
ગત રોજ શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીને પણ પત્ર મળ્યો

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ 250 શાળા કોલેજોને લખ્યા પત્ર
રાજ્યમાં પંચાયત તલાટીની પરીક્ષા મામલે મંડળને પરીક્ષા કેન્દ્રો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે 15 લાખ ઉમેદવારો માટેના પરીક્ષા કેન્દ્રો મેળવવા મુશ્કેલી પડી રહી છે. આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીએ 250 શાળા કોલેજોને પત્ર લખ્યો છે. તેમજ પરીક્ષાખંડમાં 30 પરીક્ષાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવા પત્ર દ્વારા જાણ કરાઈ છે. તેમજ સીસીટીવી, હવા ઉજાસ, પીવાના પાણીની વ્યવસ્થા કરવા પણ પત્ર માહિતી મંગાવવામાં આવી રહી છે. આ બાબતે એમ.એસ. યુનિવર્સિટીને પણ પત્ર મળ્યો છે. પરંતું એક યુનિવર્સિટીના એક પણ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા નથી. ત્યારે શાળા કોલેજો સાથે તબક્કાવાર બેઠકો કરી આયોજન કરવામાં આવશે.  

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ હસમુખ પટેલ

પરીક્ષા યોજવા માટે શાળાઓ મળી છે પરંતુ કોલેજો નથી મળી-હસમુખ પટેલ
જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે હવે આગામી સમયમાંસ તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હસમુખ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ બાદ ખ્યાલ આવશે કે તલાટીની પરીક્ષા યોજાશે કે નહી તેની જાહેરાત કરીશે. ત્યારે તલાટીની પરીક્ષા યોજવા માટે કેન્દ્રો નહી મળે તો પરીક્ષા નહી યોજવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ પરીક્ષા યોજવા માટે શાળાઓ મળી છે પરંતું કોલેજો નથી મળી રહી.  ત્યારે 3 દિવસમાં તમામ કેન્દ્રો મળી રહેશે તો પરીક્ષા 30 એપ્રિલનાં રોજ લઈશું બાકી નહી. ત્યારે તલાટીની પરીક્ષા માટે પોણા ચાર લાખ ઉમેદવારો રહેશે. તેમજ તલાટીની પરીક્ષા માટે 5700 જેટલા કેન્દ્રોની જરૂરિયાત છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો માટે શાળાઓ મળી રહી છે. પરંતું કોલેજો કેન્દ્ર નથી ફાળવી રહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ