બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / From today St. 10-12 Board Exam Start Note Complete Schedule

Board Exam / આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષા શરૂ, નોટ કરી લો સંપૂર્ણ શેડ્યૂલ

Vishal Khamar

Last Updated: 07:25 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી શરૂ થઈ રહેલી ધો.10 તેમજ ધો. 12 ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે. અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં ધો.10 ના કુલ 9,11,687 જ્યારે ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનાં કુલ 6,21,352 વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપશે.

આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે.  શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  રાજ્યભરમાં આજે ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે ધો. 12 માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્ચ મહિનાને છેલ્લા અઠવાડિયામાં ગુજકેટની પરીક્ષા યોજાશે. 

ધો. 10 ની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ

સાબરમતી જેલમાં ધો. 10 ના 27 અને ધો. 12 ના 28 કેદીઓ પરીક્ષા આપશે
ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષાને લઈ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 610 શાળાઓમાં કુલ 1,79,182 વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા યોજાશે. તેમજ સાબરમતી જેલમાં ધો. 10 ના 27 અને ધો. 12 ના 28 કેદીઓ પરીક્ષા આપશે. તેમજ દિવ્યાંગ બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

રોહિત ચૌધરી (DEO, અમદાવાદ શહેર)

વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રખાશેઃ રોહિત ચૌધરી (DEO, અમદાવાદ શહેર)
આજથી શરૂ થઈ રહેલા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા શિક્ષાધિકારીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 અને 12 ના 1,01,352 વિદ્યાથીઓ પરીક્ષા આપવાના છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ પર પહોંચવામાં કોઈ તકલીફ ન પડે અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ પણ તૈનાત જ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. DEO દ્વારા બોર્ડની પરીક્ષા સમયે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે ટીમ બનાવવામાં આવી છે. તેમજ અસામાજિક તત્વો બોર્ડની પરીક્ષા સમયે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવશે તો તેની સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધવામાં આવશે.

કૃપા જહા (DEO, અમદાવાદ ગ્રામ્ય)

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરાઈઃ કૃપા જહા (DEO, અમદાવાદ ગ્રામ્ય)
તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ 77, 830 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. જેના માટે કુલ 261 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી શકે તે માટે એસ. ટી વિભાગ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં જે પરીક્ષા સ્થળ પર બસની સંખ્યા ઓછી છે. ત્યાં વધુ બસ મૂકવાનો નિર્ણય કરાયો છે. તેમજ જે નવા પરીક્ષા સ્થળ છે. ત્યાં અલગથી બસ મૂકવા માટેની વ્યવસ્થા કરાઇ છે. તેમજ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવશે. અને દરેક પરીક્ષા સ્થળ પર અલગથી મેડિકલ કીટ બનાવીને પણ આપવામાં આવી છે.

ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

પરીક્ષા સમયે સોશિયલ મીડીયા પર અફવા ફેલાવનાર સામે નોંધાશે ફરિયાદ
તેમજ પરીક્ષા કેન્દ્રનાં 100 મીટરનાં વિસ્તારમાં ઝેરોક્ષ મશીન પર રોક લગાવાશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. તેમજ તમામ પરીક્ષા સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. બોર્ડનાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પરીક્ષા કેન્દ્ર પર તૈનાત રહેશે. બોર્ડની પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ સમયસ પરીક્ષા સ્થળ પર પહોંચી શકે તે માટે એસ.ટી. વિભાગને તૈયારી કરવા સૂચના અપાઈ છે. જો કોઈ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશે તો તેની સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવશે. 

ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

પરીક્ષામાં ગેરરીતી કરનાર સામે શું કાર્યવાહી થઈ શકે
પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.૨,૦૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું.

ગુજકેટની પરીક્ષા ક્યારે યોજાશે
આ ઉપરાંત રાજ્યના ૩૪ ઝોનના ૩૪ કેન્દ્રો પર આગામી તા. ૩૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૦૪ દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.

જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી

નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
હવે રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.


હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા
ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ