બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / From this date Saturn will rise in Aquarius, the natives of this zodiac will get benefits

શનિ ઉદય / આ તારીખથી શનિનો થશે કુંભ રાશિમાં ઉદય, આ રાશિના જાતકોને હવે થશે લાભ જ લાભ

Megha

Last Updated: 08:48 AM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થયા હતા અને હવે 6 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં ઉદય કરશે, જેના કારણે કેટલીક રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે

  • શનિદેવને દંડાધિકારી માનવામાં આવ્યા છે
  • શનિની ચાલમાં બદલાવની અસર માનવ જીવન પર જોવા મળે
  • 6 માર્ચે શનિનો ફરીથી કુંભ રાશિમાં ઉદય થશે

આપણા હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને કહેવાય છે કે શનિવાર શનિદેવને સમર્પિત છે. ખાસ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે.  

શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી માનવામાં આવ્યા છે. આ સાથે જ એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે એટલે કે શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિની ચાલમાં બદલાવ આવે છે ત્યારે તેની અસર માનવ જીવન પર જોવા મળે છે અને માનવ જીવન પર થતી અસર દેશ-દુનિયા પર પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે 31 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થયા હતા અને હવે 6 માર્ચે શનિનો ફરીથી કુંભ રાશિમાં ઉદય થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ 6 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં ઉદય કરશે. કુંભ રાશિમાં શનિના ઉદયને કારણે કેટલીક રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે તો એ સાથે જ કેટલીક રાશિના જાતકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. શનિદેવના ઉદયથી કઈ કઈ રાશિના લોકોને ફાયદો થશે ચાલો જાણીએ.. 

1. વૃષભ 
6 માર્ચે  કુંભ રાશિમાં શનિદેવના ઉદયથી વૃષભ રાશિના લોકો માટે ધનલાભ થવાની સંભાવના બની રહી છે. આ સાથે જ શનિની આ સ્થિતિને કારણે વેપાર કરનારા લોકોને પણ  ધંધામાં ઘણો લાભ થઈ શકે છે. આ બધા સિવાય જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. અંગત જીવનની વાત કરીએ તો આ શનિદેવનો ઉદય થશે એ દરમિયાન વિવાહિત જીવન પણ ખૂબ સારું રહેશે. 

2. સિંહ
6 માર્ચે  કુંભ રાશિમાં શનિદેવના ઉદયને કારણે સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. શનિદેવની દયા દ્રષ્ટિથી સિંહ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. આ સિવાય આ રાશિના જાતકોકોઈ નવું કામ શરૂ કરી શકે છે. અંગત જીવનની વાત કરીએ તો જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. આ સિવાય પરિવાર સાથેના સંબંધો પણ સારા રહેશે.  

3. તુલા 
6 માર્ચે  કુંભ રાશિમાં શનિદેવનો ઉદય તુલા રાશિના લોકો માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે. આ દરમિયાન નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે સાથે જ જે લોકોને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી રાહત મળશે. આટલું જ નહીં પણ આ સમયગાળામાં તુલા રાશિના લોકોને ધનનો લાભ મળશે સાથે જ સમાજમાં માન-સન્માન વધશે, પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. 

4. કુંભ
શનિ મહારાજે કુંભ રાશિમાં જ અસ્ત થયા હતા અને હવે 6 માર્ચે એમનો કુંભ રાશિમાં જ ઉદય થઈ રહ્યો છે. શનિદેવના આ ઉદયથી કુંભ રાશિના લોકોને તેનો મહત્તમ લાભ મળવાનો છે. આ દરમિયાન આ રાશિના જાતકોને નોકરીની નવી તકો મળશે અને અંગત જીવનમાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે અપરિણીત છો તો તમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Shanidev zodiac sign શનિ ઉદય શનિદેવ Shanidev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ