બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / From now X users can get Blue Tick for free, just need to fulfill these conditions

BIG NEWS / હવેથી X યુઝર્સ ફ્રીમાં મેળવી શકશે Blue Tick, બસ પૂરી કરવી પડશે આ શરતો, એલન મસ્કનું એલાન

Priyakant

Last Updated: 12:01 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk News: એલન મસ્કે X ખાતાધારકોને લઈને મોટી જાહેરાત કરી, X એકાઉન્ટ ધારકો કે જેમની પાસે 2,500 વેરીફાઇડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ છે તેઓને.....

Elon Musk : એલન મસ્કે X પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ઘણા X વપરાશકર્તાઓને મફતમાં બ્લુ ટિક મેળવવાની તક મળશે. જોકે આ એક પેઇડ સર્વિસ છે અને તેના માટે યુઝર્સને માસિક સેંકડો રૂપિયા ખર્ચવા પડે છે. ખરેખર X પ્રીમિયમ પ્લાનની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાનની કિંમત રૂ. 6800 છે. 

એલન મસ્કે X પર પોસ્ટ કરી કહ્યું હે કે, એવા X એકાઉન્ટ ધારકો કે જેમની પાસે 2,500 વેરીફાઇડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ છે તેઓને પ્રીમિયમ સુવિધાઓ મફતમાં મળશે.આ સાથે 5,000 ફોલોવર્સ ધરાવતા ખાતાધારકોને પ્રીમિયમ+ ફ્રી મળશે.  

X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ પ્લાનની કિંમત 
X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ બે પેઇડ પ્લાન છે. X પ્રીમિયમની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાન રૂ. 6800 છે. જ્યારે X પ્રીમિયમ પ્લસની કિંમત માસિક રૂ. 1300 અને એક વર્ષની યોજના માટે રૂ. 13,600 છે. જોકે તમે એલન મસ્કની ઉપર જણાવેલ શરતોને પૂર્ણ કરીને આ પ્લાનનો મફતમાં ઉપયોગ કરી શકો છો. 

X પ્રીમિયમની શું છે વિશેષતાઓ  ? 
X પ્રીમિયમના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 50% ઓછી જાહેરાતો જોવા મળશે. પોસ્ટને એડિટ, લાંબી પોસ્ટ , પોસ્ટને પૂર્વવત્ અને વીડિયોની મોટી પોસ્ટ કરી શકાય છે. આમાં બ્લુ ટિક પણ મળશે.  આ સાથે તેમાં ઘણા કસ્ટમાઇઝેશન ફીચર્સ ઉપલબ્ધ છે. 

વધુ વાંચો: જો તમે પણ કરી રહ્યાં છો આ કોર્સ, તો કેનેડાની સ્ટડી પરમિટ લેવી અઘરી પડશે

ગયા વર્ષે ટ્વિટરનું નામ બદલ્યું હતું 
એલન મસ્કે ગયા વર્ષે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું હતું. પરિવર્તનની વાર્તા અહીંથી શરૂ થતી નથી પરંતુ જ્યારથી એલન મસ્કે ટ્વિટર પ્લેટફોર્મ મેળવ્યું છે ત્યારથી તે તેમાં ફેરફાર કરી રહ્યા છે. અગાઉ બ્લુ ટિક મફતમાં ઉપલબ્ધ હતી, ત્યાર બાદ એલન મસ્કએ તેને સબસ્ક્રિપ્શન પ્લાનનો એક ભાગ બનાવ્યો. તેમાં ઘણી નવી સુવિધાઓ અને કમાણી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ