બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / French defence minister says ready to provide additional rafale aircraft to india

મિત્રતા / જરૂર પડી તો હજુ પણ ભારતને આપીશું, ભારત આવીને ફ્રાન્સના રક્ષામંત્રીનું મોટું નિવેદન

ParthB

Last Updated: 02:45 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે લગભગ 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ ફાઈટર જેટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

  • ભારતને જરૂર પડ્યે વધારાના રાફેલ જેટ આપવા માટે તૈયાર છીએ
  • ભારતે 36 રાફેલ ફાઈટર જેટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા
  • ભારત સાથે નવી સંભાવનાઓને અવકાશ છે 

ફ્રાન્સના રક્ષામંત્રીએ કહ્યું કે, ભારતને જરૂર પડ્યે વધારાના રાફેલ જેટ આપવા માટે તૈયાર છીએ

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લેએ કહ્યું કે તેમનો દેશ ભારતને જરૂર પડ્યે વધારાના રાફેલ ફાઈટર જેટ આપવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે વ્યૂહાત્મક ભાગીદારો દ્વારા સમાન પ્રકારના એરક્રાફ્ટનો ઉપયોગ તેમના સંબંધોની "વાસ્તવિક સંપત્તિ અને શક્તિ" દર્શાવે છે. પારલે, જેઓ ભારતની મુલાકાતે છે, તેમણે તેમના ભારતીય સમકક્ષ રાજનાથ સિંહ સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરતા પહેલા થિંક-ટેન્કમાં આ ટિપ્પણી કરી હતી.

ભારત સાથે નવી સંભાવનાઓને અવકાશ છે - ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન

ફ્રાન્સના સંરક્ષણ પ્રઘાને કહ્યું કે, એક જ પ્રકારના વિમાનનો ઉપયોગ કરવો એ વાસ્ચવિક સંપત્તિ અને તાકાત છે. મને ખાતરી છે કે, નવી શક્યતાઓ માટે અવકાશ છે. જો ભારત વધારાની જરૂરિયાત વ્યક્ત કરશે તો અમે તેનો જવાબ આપવા તૈયાર છીએ. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાને ભારતીય નૌકાદળના કાફલામાં બીજા એરક્રાફ્ટ કેરિયરને સામેલ કરવાની યોજનાની રૂપરેખા આપતાં સંકેત આપ્યો કે ફ્રાન્સ જહાજ આધારિત ફાઇટર જેટ સપ્લાય કરવામાં રસ ધરાવે છે. "અમે જાણીએ છીએ કે એરક્રાફ્ટ કેરિયર ટૂંક સમયમાં સેવામાં આવશે... તેના માટે એરક્રાફ્ટની જરૂર પડશે," તેમણે કહ્યું. જો ભારત નક્કી કરે છે તો અમે અન્ય રાફેલ આપવા તૈયાર છીએ.

ફ્રાન્સ વધુ રાફેલ એરક્રાફ્ટની ખરીદી માટે વાટા ઘાટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી 

ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત એકક્રાફ્ટ કેરિયર વિક્રાંતને આવતા વર્ષે ઓગસ્ટમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત રાફેલ એરક્રાફ્ટનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગયા વર્ષે 29મી જુલાઈએ ભારતને સપ્લાય કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, ફ્રાન્સ વધુ 36 રાફેલ એરક્રાફ્ટની ખરીદી માટે ભારત સાથે વાટા ઘાટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ