ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હેકર્સ અને છેતરપિંડી કરનારા નકલી ગ્રાહકોએ Razorpay Software સાથે છેડછાડ કરી અને રૂ. 7.38 કરોડની છેતરપિંડી કરી છે. તેમણે પેમેન્ટની કરવાની પ્રક્રિયા સાથે ચેડાં કર્યા હોવાની વિગતો સામે આવી છે.
આ રીતે ખબર પડી
ADVERTISEMENT
આ ઠગાઇનો પર્દાફાશ એ રીતે થયો હતો કે 7.38 કરોડની રકમના 831 પેમેન્ટ નિષ્ફળ ગયા હતા, પરંતુ જે તે છેતરપિંડી કરનાર ગ્રાહકોને પૈસા મળી ગયા હતા. પેમેન્ટ ગેટવે કંપનીએ પોલીસને આપેલી ફરિયાદમાં આ માહિતી આપી છે.
અધિકારીઓનો જવાબ
ADVERTISEMENT
Razorpay ના કાનૂની વિવાદ વિભાગના પ્રભારી અભિષેક અભિનવ આનંદે જણાવ્યું હતું કે કંપની રૂ. 7.38 કરોડના 831 ટ્રાન્ઝેક્શન્સનું કોઈ હિસાબ કરી શકી નથી. તેમની રસીદ પણ મળી નથી. જ્યારે તેની અધિકૃતતા સેવા પ્રદાન કરતી ભાગીદાર ફિનટેક અને પેમેન્ટ્સ કંપની ફિનસર્વનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે આ ટ્રાન્ઝેક્શન્સ નિષ્ફળ ગયા હતા અને તેને વેરીફાય કરવામાં આવ્યા નથી.
16 ચોક્કસ વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા
આ માહિતી પછી, રાઝોર પે એ આંતરિક તપાસ હાથ ધરી અને જાણવા મળ્યું કે 6 માર્ચથી 13 મે વચ્ચે, આ ટ્રાન્ઝેક્શન્સમાં 16 ચોક્કસ વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ખરેખર તો આ 831 ટ્રાન્ઝેક્શન્સ નિષ્ફળ ગયા હતા, પરંતુ અજાણ્યા હેકર્સ અથવા છેતરપિંડી કરનારા ગ્રાહકોએ તેમની પાસેથી નાણાં ઉપાડવા માટે પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ