બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / former MLAs was held in Gandhinagar in which former MLAs of the state gathered with the demand of pension
Last Updated: 08:38 PM, 30 January 2024
ADVERTISEMENT
મોટેભાગે આપણે પેન્શન શબ્દ સાંભળીએ એટલે સરકારી નોકરિયાત આપણા માનસપટની સામે આવે. જો કે કદાચ સામાન્ય વ્યક્તિ ધારાસભ્યો કે સાંસદોના પેન્શનની વાતથી અજાણ હશે અને જો જાણતો હશે તો તેમા બહુ ઉંડો નહીં ઉતર્યો હોય. અહીં વાત કરવાની છે ગુજરાતના જ પૂર્વ ધારાસભ્યોની કે જેઓ પોતાના પેન્શન માટે ઘણાં સમયથી લડત ચલાવી રહ્યા છે. ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક મળી જેમાં રાજ્યના પૂર્વ ધારાસભ્યો પેન્શનની માંગ સાથે એકઠા થયા. પૂર્વ ધારાસભ્યોનો તર્ક સાંભળીએ તો તેમનું કહેવું છે કે અન્ય રાજ્યમાં ધારાસભ્યોને પેન્શન મળે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ.
ADVERTISEMENT
ગુજરાતના જ પડોશી રાજ્ય મહારાષ્ટ્રનો હવાલો આપતા નેતાઓ એવુ કહે છે કે જો મહારાષ્ટ્રમાં ધારાસભ્યને હયાતી દરમિયાન પણ 50 હજાર જેટલું માતબર પેન્શન મળતું હોય તો ગુજરાતના ધારાસભ્યોને પેન્શન શા માટે ન મળવું જોઈએ. ધારાસભ્યોને પેન્શન આપવા પાછળ આ પૂર્વ ધારાસભ્યો પોતાની વિકટ આર્થિક સ્થિતિને પણ જવાબદાર ગણે છે. પણ ગંભીરતા સાથે પ્રશ્ન કરવાનો થાય કે માતબર કહી શકાય એટલું માનદ વેતન અને જે પ્રકારે અન્ય ખર્ચ સરકાર તરફથી ધારાસભ્યને મળે છે તે જોતા જનપ્રતિનિધિ તરીકે પેન્શનની માંગ કરવી યોગ્ય છે કે નહીં. રાજ્યમાં ખરેખર કેટલા ધારાસભ્યો છે જેની આર્થિક સ્થિતિ વિકટ છે, ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન ન મળવા પાછળના કોઈ કાયદાકીય કારણો છે કે નહીં ? પોતાના કાર્યકાળ દરમિયાન અને પછી મોટેભાગે વૈભવી જીવન જીવતા જનપ્રતિનિધિ પેન્શનના પ્રશ્નો કેમ ઉપસ્થિત કરે છે
પૂર્વ ધારાસભ્યોને પેન્શનો મુદ્દે
ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવા મુદ્દે બેઠક મળી હતી. ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની બેઠક મળી જેમાં રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળતું નથી તેવી ચર્ચા થઈ હતી. અગાઉ નિરાકરણનું આશ્વાસન છતા પેન્શનના પ્રશ્નનો ઉકેલ ન આવ્યો તેમજ કેટલાક પ્રશ્નનના ઉકેલ આવ્યા પણ પેન્શનના પ્રશ્નનો ઉકેલ ન આવ્યા. પત્ર મળ્યાના જવાબ સિવાય બીજો કોઈ પ્રત્યુત્તર અપાતો નથી તેવા પૂર્વ ધારાસભ્ય આક્ષેપ કર્યો છે
વાંચવા જેવું: સમગ્ર દેશમાં ગુજરાતના ટેબ્લોનો ડંકો: 2 એવોર્ડ સાથે સતત બીજા વર્ષે પહેલા નંબરે, આટલા ટકા વોટ મળ્યા
પૂર્વ ધારાસભ્યો શું ઈચ્છે છે?
પૂર્વ ધારાસભ્ય ઈચ્છે છે કે, તેમને અન્ય રાજ્યની જેમ અમને પેન્શન મળે તેમજ તેમને પેન્શન મેળવવા માટે મજબૂત આધાર છે. ગુજરાતના હાલના કેટલાય વિસ્તાર જે તે સમયે બૃહદ મુંબઈનો ભાગ હતા. મહારાષ્ટ્રમાં પેન્શન મળે તો ગુજરાતમાં કેમ ન મળે? તેમજ સાંસદોને ભારત સરકાર પેન્શન આપે છે ત્યારે રાજ્યના ધારાસભ્યોને પેન્શન મેળવવાને પાત્ર છે. મહારાષ્ટ્રમાં ધારાસભ્યની હયાતી પછી 50 હજારનું પેન્શન મળે છે અને વિધાનસભા સત્રમાં પૂર્વ ધારાસભ્યને પેન્શન મળે તેનો ઠરાવ કરવામાં આવે તેમજ ઘણા પૂર્વ ધારાસભ્યો વિકટ સ્થિતિમાં છે. સ્વમાનપૂર્વક જીવી શકાય એટલું પેન્શન મળવું જોઈએ, સરકાર વાત નહીં સ્વીકારે તો કાયદાકીય રસ્તે આગળ વધીશું તેવી તેણમે ચીમકી પણ ઉચ્ચારી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
ક્રાઈમ સિક્રેટ્સ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
Dhruv
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.