બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / former cm of andhra pradesh chandrababu naidu arrested by cdi in corruption case

BREAKING / આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ, ભ્રષ્ટાચાર કેસમાં CIDની મોટી કાર્યવાહી!, જાણો શું છે સમગ્ર મામલો

Manisha Jogi

Last Updated: 09:01 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. CID વિભાગે ભ્રષ્ટાચાર મામલે જે સવારે TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી છે.

  • આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ
  • ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવામાં આવી
  • આજે વહેલી સવારે CIDએ કરી ધરપકડ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના CID વિભાગે ભ્રષ્ટાચાર મામલે જે સવારે TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી છે. ચંદ્રબાબુ નાયડૂને મેડિકલ તપાસ માટે એરલિફ્ટ કરીને નંદ્યાલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમણે ના પાડી દીધી. જેથી હવે કેમ્પમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારપછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

CID આજે સવારે વોરંટ લઈને પહોંચી ગઈ હતી
ચંદ્રબાબુ નાયડૂએ કાલે નંદ્યાલ જિલ્લાના બનગનપલ્લીમાં જનસભાને સંબોધન કર્યું હતું. સાર્વજનિક સંબોધન પછી ચંદ્રબાબુ નાયડૂ વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા. CID સવારે સાડા ત્રણ વાગ્યે ચંદ્રબાબુ નાયડૂની ધરપપકડ કરવા માટે વેનિટી વેનમાં ગઈ હતી. પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓએ વેનિટી વેનને ઘેરી લીધી અને ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવા દીધી નહોતી. 

TDP કાર્યકર્તા અને પોલીસ વચ્ચે રકઝક
નેતાઓ અને આંધ્રપ્રદેશ CID પોલીસ વચ્ચે ગંભીર રકઝક થયા પછી ચંદ્રબાબુ નાયડૂએ વેનિટી વેનમાંથી બહાર આવીને પોલીસ સાથે ચર્ચા કરી હતી. 51 CRPC હેઠળ ધરપકડ કરવા માટે નોટીસ જાહેર કરવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડૂએ ડિટેઈલ્સ માંગી પરંતુ પોલીસે તે માહિતી આપવાની ના પાડી દીધી હતી. ચંદ્રબાબુ નાયડૂને પૂછપરછ કર્યા પછી વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. ચંદ્રબાબુ નાયડૂ પોલીસને સહયોગ કરવા માટે સહમત થયા હતા. 

શા માટે ધરપકડ કરવામાં આવી?
ચંદ્રબાબુ નાયડૂ કૌશલ વિકાસ ગોટાળામાં આરોપી હોવાનું કહેવામાં આવ્યું છે, જેમાં 250 કરોડથી વધુનો સ્કેમ કર્યો હોવાનો આરોપ છે. ચંદ્રબાબુ નાયડૂ અને તેમના અધિવક્તાઓએ તપાસ અધિકારીઓને સાક્ષી પ્રદાન કરવા માટેનું કહ્યું હતું. ચંદ્રબાબુ નાયડૂએ CID અધિકારીઓને સવાલ કર્યો છે કે, તેમની સંલિપ્તતા વિશે જાણકારી આપ્યા વગર કેવી રીતે ધરપકડ કરવામાં આવી શકે? જેના જવાબમાં પોલીસે જણાવ્યું છે કે, 24 કલાકમાં રિમાન્ડ રિપોર્ટ પ્રદાન કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ