બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / 'For the next 7 days...', relief for Gujarat due to rain or later? See what the Meteorological Department has to say

રાહત / 'આગામી 7 દિવસ સુધી...', વરસાદને લઇ ગુજરાતને રાહત કે પછી? જુઓ શું કહે છે હવામાન વિભાગ

Vishal Khamar

Last Updated: 04:30 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક મધ્યમ વરસાદ થશે. તેમજ આગામી 7 દિવસ વરસાદ નહી પડે. તેમજ અમદાવાદમાં મધ્યમ વરસાદ થશે. તેમજ ચાલુ સિઝનમાં 85 ટકા વરસાદ થયો છે.

  • હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
  • રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નહિઃ હવામાન વિભાગ
  • 24 કલાક હડવાથી મધ્યમ વરસાદ રહેશેઃ હવામાન વિભાગ
  • અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે છેઃ હવામાન વિભાગ

રાજ્યમાં વરસાદનાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે. ત્યારે ત્રણ રાઉન્ડમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે કે, રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. તેમજ આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અને અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ચાલુ સીઝનમાં 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથીઃ મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ નથી. અમુક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે. ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી. તેમજ કાલથી વરસાદ ઓછો થવાની સંભાવના છે. અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે.  ગુજરાતમાં હાલ 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.  સમગ્ર જીલ્લાઓમાં પણ સારો વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી
વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી તેમજ વલસાડમાં મનમુકીને વરસતા અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમજ ઘણા ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા. તો ભારે વરસાદનાં કારણે તળાવ, નદી, નાળા તેમજ ડેમો છલકાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રનાં જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તેમજ ઘણા વાહનો પણ પાણીમાં તણાઈ ગયા હતા.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ