બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / For the first time in the history of independent India, the Election Commission has taken a major decision in the five state assembly elections.

5 રાજ્યોની ચૂંટણી / રાજકીય રેલીઓ- વિજય સરઘસ પર પાબંધી, કોરોના વચ્ચે યોજાનાર ચૂંટણી માટે પંચનો પહેલી વાર અભૂતપૂર્વ નિર્ણય

Hiralal

Last Updated: 05:36 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વાર એક મોટો નિર્ણય લીધો છે.

  • પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર
  • આઝાદીના ઈતિહાસમાં પહેલી વાર ચૂંટણી પંચનો અભુતપૂર્વ નિર્ણય
  • 15 જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રેલી, રોડ શોને મંજૂરી નહીં  
  • તમામ પ્રકારની રાજકીય રેલીઓ પર પ્રતિબંધ 
  • ઉમેદવારો વિજય સરઘસ પણ કાઢી નહીં શકે 

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવી ચૂંટણી પંચ માટે મોટો પડકાર છે. હાલમાં ત્રીજી લહેર ચાલી રહી છે એટલે ક્યાંય કોરોના વકરે નહીં તે માટે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીને પગલે ચૂંટણી પંચે આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી વાર એકે મોટો નિર્ણય લેતા તમામ પ્રકારની રાજકીય રેલીઓ પર પાબંધી મૂકી દીધી છે. 

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે 10 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે તમામ પ્રકારની રાજકીય રેલીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. લી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પક્ષો રેલી કે કોઈ સરઘસ કાઢી નહીં શકે. 

15 જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રેલી, રોડ શોને મંજૂરી નહીં  

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે રાજકીય પક્ષો 15 જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારનો રોડ શો, રેલી, પદયાત્રા, સાઈકલ અને સ્કૂટર રેલી નહીં કાઢી શકે. વર્ચ્યુઅલ ચૂંટણી પ્રચાર દ્વારા જ ચૂંટણી પ્રચાર કરી શકશે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષોના ઉમેદવારો વિજય બાદ કોઈ પણ પ્રકારનું વિજય સરઘસ નહીં કાઢી શકે. 

કોરોના ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી યોજાશે 
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી કરાવવામાં આવશે. 18.34 કરોડ  મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે કોરોનાની વચ્ચે ચૂંટણી કરાવવા માટે નવા પ્રોટોકોલ લાગુ પાડવામાં આવશે. 

કોરોના ગાઈડલાઈનની મોટી બાબતો
– કોરોનાની વચ્ચે ચૂંટણી મોટો પડકાર, નવા કોવિડ પ્રોટોકોલ લાગુ પડશે 
– કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને પોસ્ટલ બેલેટ સુવિધા - મત પણ આપી શકશે.
– તમામ ચૂંટણી કર્મચારીઓને કોરોના રસીનો બંને ડોઝ લગાવવામાં આવશે.
– કોરોના ચેપગ્રસ્ત પણ મતદાન કરી શકશે - દર્દીઓને પોસ્ટલ બેલેટ સુવિધા મળશે.
– કોરોના પોઝિટિવ માત્ર ઘરે જ મત આપી શકશે.
– ચૂંટણી પંચની ટીમ કોરોનાદર્દી અથવા શંકાસ્પદ વ્યક્તિના ઘરે વીડિયો ટીમ સાથે વિશેષ વાન દ્વારા જશે અને મતદાન કરશે.
– કોરોના ને જોતી વખતે તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.
– સેનિટાઇઝર, માસ્ક બૂથ પર ઉપલબ્ધ હશે.
– આ વખતે મતદાન મથક પર ભીડ ન થાય તે માટે સમય એક કલાક લંબાવવામાં આવ્યો છે.
– મતદાન મથક પર માત્ર 1250 લોકો જ મતદાન કરી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ