બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈમાં ખૂબ જ રોનક હોય છે. શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવાર પર શણગારવામાં આવેલા બાપ્પાના પંડાલ દેશભરમાં પ્રખ્યાત છે. મુંબઈના ઘણા પ્રખ્યાત ગણેશ પંડાલો પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ગણેશ મંડળ તેમનો વીમો પણ કરાવે છે. મુંબઈના સૌથી સમૃદ્ધ ગણેશ મંડળોમાંના એક, GSB સેવા મંડળે આગામી ગણપતિ ઉત્સવ માટે રૂ. 316.40 કરોડનો વીમો ઉતાર્યો છે.
દરેક ભક્તોનો વીમો
મુંબઈના કિંગ્સ સર્કલ સ્થિત GSB સેવા મંડળના પ્રમુખ વિજય કામથે જણાવ્યું હતું કે બુધવારથી શરૂ થતા 10-દિવસીય તહેવાર માટે તમામ જાહેર જવાબદારીઓ અને મંડળની મુલાકાત લેતા દરેક ભક્તને વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બોર્ડના પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે કોઈપણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.
ADVERTISEMENT
GSB આ વર્ષે 68માં ગણપતિ ઉત્સવની કરી રહ્યું છે તૈયારી
અધિકારીના જણાવ્યા અનુસાર રૂ. 316.4 કરોડના વીમામાં સોનું, ચાંદી અને અન્ય કીમતી ચીજો માટે રૂ. 31.97 કરોડનું કવર અને પંડાલ, સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ, જૂતા સ્ટોલ પર કામ કરતા કામદારો, પાર્કિંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ માટે રૂ. 263 કરોડના વ્યક્તિગત વીમાનો સમાવેશ થાય છે. GSB સેવા મંડળ આ વર્ષે તેનો 68મો ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યું છે.
ક્યારથી શરૂ થશે ગણેશોત્સવ?
ગણેશ ઉત્સવની શરૂઆત ગણેશ ચતુર્થીથી થાય છે અને અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે જે 10 દિવસ પછી આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 9મી સપ્ટેમ્બરે આવી રહી છે. તે જ દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે ગણેશજીની સ્થાપના મુહૂર્ત સવારે 11.05 થી બપોરે 1:38 સુધી છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાથી સુખ અને શાંતિ મળે છે. શુભ-લાભનો વાસ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.