બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / For farming in Chanasma, Gauchar land was digested for construction in Kheda.

ગેરકાયદેસર / ગૌચરના દબાણો પર VTVનું મેગા રિયાલિટી ચેક: ચાણસ્મામાં ખેતી માટે તો ખેડામાં બાંધકામ કરવા ગૌચર જમીન પચાવી

Vishal Khamar

Last Updated: 06:35 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર વિકાસ કમિશ્નર દ્વારા ગ્રામ પંચાયત સ્તરે ગૌચર દબાણ દૂર કરવા રાજ્યનાં તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું હતું. જેને લઈ VTV NEW દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જીલ્લાનાં ચાણસ્મા તાલુકાનાં ધાણોધરડા ગામે તેમજ ખેડા જીલ્લાનાં ઠાસરા તાલુકામાં આવેલ ભદ્રાસા ગામે VTV NEW રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

  • ચાણસ્માનાં ધાણોધરડા ખાતે ગૌચર જમીન પર ગેરકાયદેસર મામલો
  • VTV NEWSનાં રિયાલિટી ચેકમાં 5 હેક્ટર જમીનમાં દબાણ હોવાનું સામે આવ્યું
  • વહીવટદાર અને તલાટીએ ગૌચરની જમીનનું દબાણ દૂર કરાવ્યું 
  • પંચાયતના દબાણ દૂર કરવાના પરિપત્રના ભાગરૂપે કામગીરી કરાઈ

ગુજરાત રાજ્ય સરકારે ગૌચરની જમીનનું દબાણ દૂર કરવા માટે ગુજરાત રાજ્ય ગાંધીનગરના વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર કરી તમામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યો છે. ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબજા વાળી ઘટના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે પણ સામે આવી છે. સમગ્ર ઘટનાની હકીકત જાણવા vtv ન્યુઝ ની ટીમ આજે ધાણોધરડા ગામ ખાતે પહોંચી હતી હાલ તો આ ગામનો વહીવટ સરકારી વહીવટદાર ચલાવી રહ્યા છે. 

પાંચ હેક્ટર ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ
સરકારી વહીવટદાર ઉજવલ પટેલ અને મહિલા તલાટી રીમાંકી પરમારને સાથે રાખી સ્થળ ઉપર જોતા ગામની સીમમાં પાંચ હેક્ટર ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર ખેતી કરાતી હોવાનું પણ જોવા મળ્યું હતું.  ધાણોધરડા ગામે અંદાજે 3500 જેટલા લોકો વસવાટ કરે છે. જેમાંથી ઠાકોર અને રબારી સમાજના લોકો દ્વારા ગેરકાયદેસર ગોચરની જમીનમાં ખેતી વિષયક દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. 

ઉજ્જવલ પટેલ (વહીવટદાર ધાણોધરડા) 
રિમાંકી પરમાર (તલાટી, ધાણોધરડા ગ્રામ પંચાયત)

સરકારનાં પરિપત્ર અનુસાર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુઃ ઉજ્જવલ પટેલ (વહીવટદાર)
વહીવટદાર ઉજ્જવલ પટેલે vtv ન્યુઝ સમક્ષ જણાવ્યું હતું કે પાંચ હેક્ટર ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયું હતું. તેમાંથી અત્યાર સુધી દોઢ હેક્ટર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવી છે. પંચાયતના દબાણ દૂર કરવાના પરિપત્રના ભાગરૂપે પણ હજુ પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. જો કે મહત્વની બાબત એ છે ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસરના દબાણ એનેક ગામોમાં થયેલા છે. આ દબાણો કોઈ પણ શેહ શરમ વગર દૂર કરવામાં આવી રહ્યા છે. 

  • ખેડા જિલ્લામાં અનેક ગામોમાં ગૌચરની જમીનો પર ગેરકાયદે દબાણ
  • ઠાસરાના ભદ્રાસા ગામમાં મોટાપાયે ગૌચરની જમીનો પર દબાણો જોવા મળ્યા
  • સરકારના આદેશ બાદ ભદ્રાસા ગ્રામ પંચાયતે કાર્યવાહી હાથ ધરી 

ખેડા જીલ્લામાં ગૌચર જમીનમાં થયેલ દબાણો અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું
સરકાર દ્વારા સરકારી ગૌચર જમીનો ઉપર દબાણો દૂર કરવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે vtv દ્વારા ખેડા જિલ્લામાં સરકારી જમીનોમાં આવેલ દબાણો અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ સરકારી જમીનોમાં વ્યાપક દબાણ હોવાનું ખુલ્યું છે. જે અંગે ગ્રામ પંચાયત પણ એકશન લેવાની તૈયાર છે. જો કે જિલ્લા વહીવટી તંત્ર હવે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ
ઠાસરા તાલુકામાં આવેલ ભદ્રાસા ગામમાં આવેલ સર્વે નંબર 754 સરકારી જમીન આવેલ છે. જેમાં  પહેલા આપેલ જમીન વિહોણા લોકોને જમીન પૈકીના ખેડૂતો દ્વારા આ સરકારી જમીનમાં દબાણ ઉભું કરી જમીનો આંતરી લીધી છે. તો અન્ય જગ્યામાં પાકા મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે. આ અંગે ગ્રામ પંચાયત ભદ્રાસા દ્વારા દબાણ દૂર કરવા અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સાથે કેટલાક અરજદાર દ્વારા દબાણ દૂર કરવા રજુઆત પણ કરવામાં આવી છે. ત્યારે હવે સરકાર દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવતા હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ