બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / food ministry officials worked on republic day to bring down wheat and atta prices

દેશહિતનું પગલું / પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે અમિત શાહના ઈશારે ફૂડ અધિકારીઓ કરી રહ્યાં હતા આ કામ, જાણીને થશે ગર્વ

Hiralal

Last Updated: 03:52 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘઉં અને લોટના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે ઓપન માર્કેટમાં 30 લાખ ટન ઘઉં રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે અને અમિત શાહના આદેશ બાદ આ નિર્ણયને લાગુ કરવામાં આવ્યો.

  • ઘઉં અને લોટના ભાવ ઘટાડવા કેન્દ્રનો નિર્ણય 
  • 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં મૂકાયા 
  • અમિત શાહે ફૂડ મિનિસ્ટ્રીના અધિકારીઓને આપ્યાં આદેશ 
  • રજા હોવા છતાંય અધિકારીઓ આદેશ લાગુ કરવા કરવા લાગ્યા કામ 

ગણતંત્ર દિવસના અવસર પર દેશભરની તમામ સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહી હતી. આખો દેશ જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો બરાબર ત્યારે કેન્દ્ર સરકારના ફૂડ મિનિસ્ટ્રીની ઓફિસ ચાલુ રહી હતી. ગૃહમંત્રી અમિત શાહના ઈશારે ફૂડ મિનિસ્ટ્રીના અધિકારીઓ રાતોરાત એક નિર્ણયને લાગુ કરવા કામે લાગ્યા હતા. 

અમિત શાહના ઈશારે શું કામ કરવા લાગ્યા અધિકારીઓ
વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસથી ઘઉંના ભાવ વધી રહ્યાં છે અને તેને કારણે લોટની કિંમતોમાં પણ મોટો ઉછાળો આવી રહ્યો છે. આને કારણે સામાન્ય લોકોને ખૂબ અસર પડી રહી છે અને તેથી જો બજારમાં મોટાપાયે ઘઉં આવે તો લોટના ભાવ ઘટી શકે છે અને તે માટે અમિત શાહે ફૂડ મિનિસ્ટ્રીને 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં રિલિઝ કરી દેવાનો આદેશ આપ્યો હતો. અમિત શાહનો આદેશ મળતાં મંત્રાલયના અધિકારીઓ કામે લાગ્યા હતા અને તેમના આ નિર્ણયનો ઓનલાઈન અમલ કરવા લાગ્યા હતા તે માટે તેમણે પ્રજાસત્તાક દિવસની રજા પણ લીધી નહોતી. આ અધિકારીઓ ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 30 લાખ ટન ઘઉંના વેચાણને મંજૂરી આપવાના નિર્ણયનો અમલ કરવા માટે ઓનલાઇન આદેશો જારી કરવામાં વ્યસ્ત હતા.

ઘઉં અને લોટના ઊંચા ભાવે ઘટાડા માટે લેવાયો નિર્ણય 
આ કામ મુખ્યત્વે ઘઉં અને લોટના ઊંચા ભાવ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું હતું. તેના એક દિવસ પહેલા બુધવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓના એક સમૂહે 26 જાન્યુઆરીએ આ કામ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કારણોસર, ફૂડ મિનિસ્ટ્રીના અધિકારીઓને આ નિર્ણયને અસરકારક બનાવવા માટે જરૂરી આદેશો જારી કરવાની જરૂર હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ મોડી સાંજ સુધી સરકારની ઇ-ઓફિસ સિસ્ટમ દ્વારા આદેશો જારી કર્યા હતા.

ઘઉંના ભાવ ઘટાડવા માટે સરકાર સતત કામ કરી રહી છે
દેશમાં ઘઉંના ભાવ ઘણા સમયથી વધ્યા છે, જેને ઘટાડવા માટે સરકાર સતત કામ કરી રહી છે. ઘઉંના વધેલા ભાવ પણ લોટને અસર કરી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં રિલિઝ નિર્ણય કર્યો છે. નિષ્ણાતો કહે છે કે બજારમાં ઘઉં ઓછા છે અને વપરાશ વધારે છે. આ કારણે લોટના ભાવમાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ