Fire at Raipur Bhajiya House in Ahmedabad, 4 fire teams at the scene
BIG NEWS /
અમદાવાદના વર્ષો જૂના રાયપુર ભજીયા હાઉસમાં આગ લાગતા અફરાતફરી, લોકો જીવ બચાવવા દોડ્યા
Team VTV07:24 PM, 06 Mar 22
| Updated: 07:38 PM, 06 Mar 22
ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજિયા હાઉસની દુકાનમાં આગ લાગી, આસપાસની 4 દુકાનો પણ લેપટામાં
ખોખરા સર્કલ પાસે આગ
રાયપુર ભજિયા હાઉસની દુકાનમાં આગ
આગને કાબૂમાં લેવા પ્રયાસ
અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગવાના લીધે આસપાસ આવેલી 3-4 દુકાનો પણ ઝપેટામાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ગેસ સિલિડર પણ પડ્યા હોવાથી આગ લાગ્યા બાદ ભયંકર મોટો બ્લાસ્ટ પણ થયો હતો. જોત જોતાંમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતુ. સાથે આગને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભીડભાળ વાળો એરિયા હોવાથી ફાયર ટીમ પણ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહી છે. આગ બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અવાજ દૂર સુધી સંભળાયો હતો અને રાહદારીઓ સહિત લોકો પણ ડરના માર્યા દોડાવા લાગ્યા હતા. પણ સદનસીબે હાલ સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.