બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Father-son killed elder brother and cremated him: Sensational case in Gondal village

કરપીણ હત્યા / પિતા-પુત્રએ મોટાભાઇની હત્યા કરી અગ્નિસંસ્કાર પણ કરી નાંખ્યા: ગોંડલના ગામમાં સનસનાટીભર્યો કેસ

Vishal Khamar

Last Updated: 05:32 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના ધુડશીયા ગામે પિતા-પુત્રએ ભેગા મળી મોટા ભાઈની હત્યા કરી નાંખી હતી. ત્યારે મોટા ભાઈની હત્યા કર્યા બાદ પિતા પુત્રએ ભેગા મળી મોટા ભાઈના અગ્નિસંસ્કાર પણ કરી દીધા હતા.

  • ધુડશીયા ગામે પિતા-પુત્રએ કરી મોટાભાઈની હત્યા કરી
  • હત્યા કર્યા બાદ અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા
  • ગોંડલ તાલુકા પોલીસે હત્યારા પિતા-પુત્રને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

ગોંડલના ધુડશીયા ગામે પિતા-પુત્રએ ભેગા મળી મોટા ભાઈની હત્યા કરી નાંખી હતી.  ત્યારે પિતા પુત્ર વાડીએ ખેતરમાં પાણી વાળતા હતા. તે દરમ્યાન દારૂ પી ને હુમલો કરવા દોડેલ યુવકની પિતા અને નાનાભાઈએ ભેગા મળી હત્યા કરી દીધી હતી. ત્યારે મોટા ભાઈની હત્યા કર્યા બાદ પિતા પુત્રએ ભેગા મળી મોટા ભાઈના અગ્નિસંસ્કાર પણ કરી દીધા હતા.

સગા દિકરાની પિતા અને નાના ભાઈએ ભેગા મળી હત્યા કરી
રાજકોટ જીલ્લાના ગોંડલના ધુડશીયા ગામે ખૂનની ઘટના બની હતી. ત્યારે સગા દિકરાની પિતા અને નાના ભાઈએ ભેગા મળી હત્યા કરી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મેટોડા ખાતે બાલાજી ઈલેકટ્રોનિક્સના કારખાનામાં કામ કરતા મેહુલભાઈ મકવાણા નામના ફરિયાદીએ તાલુકા પોલીસ મથકે પોતાના દાદા મોહનભાઈ  મકવાણા તેમજ કાકા રાજુભાઈ મકવાણા વિરૂદ્ધ આઈપીસી કલમ 302, 201 તેમજ 135 મુજબ ગુજરાત પોલીસે એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મારા કાકાનો ફોન આવતા હું તાત્કાલીક ઘરે આવ્યો હતોઃમૃતકનો પુત્ર
મૃતકના પુત્ર અને ફરિયાદી મેહુલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મારા કાકા રાજુભાઈનો મનો ફોન આવ્યો હતો અને તેઓએ મને કહ્યું કે તું જલ્દી ઘરે આવી જા તારા બાપુને હાર્ટ એટેક આવ્યો છે. ત્યારે હું ઘરે પહોચ્યો અને વાડીએ જઈને જોતા મારા પિતા ખાટલામાં ગોદડા ઉપર પડ્યા હતા. બાદમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં તેમના મૃતદેહને અમે ઘરે લાવ્યા હતા અને મારા પિતાની લાશા ઉતારી રૂમમાં રાખી હતી. ત્યારે મારા પિતાના માથામાં વાગ્યું હોઈ લોહી નીકળતું હતું. ત્યારે મને તેમના મોત અંગે શંકા ગઈ હતી. 

તારો બાપ દારૂ પી અપશબ્દો બોલવા લાગ્યો હતોઃ મૃતકના પિતા
ત્યારે સાંજે મારા દાદાને ફરી પૂછતા તેઓએ કહ્યું હતું કે ગઈકાલે સાંજના આશરે સાતેક વાગ્યે હું અને તારો કાકો રાજુ બંને વાડીયે પાણી વાળતા હતા. ત્યારે તારો બાપ દારૂ પી, ધોકો લઈ અમારી બાજુ આવેલો હતો અને અમને મનફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી તારા કાકા રાજીએ તારા બાપુને ધક્કો મારી દેતા તે પડી ગયો હતો અને બીજા ઘા કરવા જતા હું દોડીને ત્યાં જઈ તારા બાપુને પાછળથી ધક્કો મારતા નીચે પડી ગયો હતો અને ફરીવાર અપશબ્દો બોલતા બોલતા ઉભો થતો હતો. જેથી તારા કાકાએ બાજુમાંથી બડીકો લઈ બે-ત્રણ ધા મારતા તારા બાપુજી મરી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ