બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / father in law had to do second marriage wife got murdered by giving

પર્દાફાશ / ખૂની ખેલ! સસરાને અન્ય મહિલા સાથે હતું અફેયર, વહુ સાથે મળીને કર્યું એવું કે જાણીને આંચકો લાગશે

Premal

Last Updated: 01:54 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના રીવા શહેરમાં મહિલાની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઘટનાને અંજામ આપનારા આરોપી વહૂ અને સસરાની પોલીસે ધરપકડ કરી છે. સસરાએ વહૂને બીજા લગ્ન કરવા માટે પત્નીની હત્યાની સોપારી આપી હતી.

  • વહૂ અને સસરાએ ભેગા મળી સાસુનુ કાઢ્યુ કાસળ
  • પોલીસ પૂછપરછમાં તથ્ય આવ્યું બહાર
  • મહિલાની હત્યાની સોપારી સસરાએ વહૂને આપી હતી

વહૂએ દાતરડા વડે સાસુ પર હુમલો કરી હત્યા

બન્યું એવું કે આ શખ્સનું કોઈ અન્ય મહિલા સાથે અફેર હતું અને તે પોતાની પત્નીને રસ્તામાંથી હટાવવા માગતો હતો. સમગ્ર ગુનાને અંજામ આપવા તેણે પુત્રવધૂની મદદ લીધી હતી.

બાદમાં સસરો ગેરકાયદે સંબંધોની કહાની જણાવીને પોલીસને ગુમરાહ કરતો રહ્યો. પરંતુ પોલીસની પૂછપરછમાં બચી શક્યો નહીં. સરોજ કોલ પતિ વાલ્મીક કોલ 50 વર્ષ નિવાસી અતરૈલા પ્લાટ ચોકી ગગેવ ખાતે મંગળવારના દિવસે આશરે પાંચ વાગ્યે ઘરમાં વહૂ કંચન કોલે દાતરડા વડે હુમલો કર્યો હતો. પરિવારજનો મહિલાને હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેનુ મોત થયુ. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જેપી પટેલ અને ચોકી પ્રભારી મનીષા ઉપાધ્યાયે વહૂ કંચન કોલની ધરપકડ કરીને કડક પૂછપરછ કરી તો આ હત્યાનુ રહસ્ય સામે આવ્યું. જેને સાંભળીને પોલીસના પણ હોશ ઉડી ગયા. ખરેખર મહિલાની હત્યાની સોપારી સસરા વાલ્મિકી કોલે આપી હતી. આરોપી અવાર-નવાર એવુ બોલતો હતો કે તેની પત્ની જૂની થઇ ગઇ છે અને બીજા લગ્ન કરીને નવી પત્ની લાવવાની છે. જેને કારણે તે પોતાની પત્નીને પોતાના માર્ગમાંથી હટાવવાની તૈયારી કરી રહ્યો હતો. સસરાએ યોજના બનાવીને વહૂને તેની હત્યાની સોપારી આપી.

હત્યાના બદલે રૂપિયા અને ઘરેણા આપવાનુ આપ્યું વચન

યોજના મુજબ ઘટનાના દિવસે સસરો બહાર રહેવાનો હતો અને વહૂને ઘરમાં સાસુની હત્યા કરવાની હતી. જેના બદલામાં આરોપીએ વહૂને ઘણા બધા ઘરેણા અને રૂપિયા આપવાનુ વચન આપ્યુ હતુ. વહૂનો પણ પોતાની સાસુ સાથે અવાર-નવાર વિવાદ થતો હતો. મહિલાને ચાર હજાર રૂપિયા અને દાતરડુ લાવીને આપ્યુ હતુ. ઘટના ઘટી તે દિવસે જ્યારે સાસુ ઊંઘી રહી હતી ત્યારે વહૂએ તેના પર દાતરડા વડે હુમલો કરી સાસુની હત્યા કરી દીધી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા જ્યા તેમને જેલમાં મોકલવામાં આવ્યાં. 

સંકળાયેલા મુદ્દાઓ

Father in Law Marriage Police Inquiry murder લગ્ન Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ