Team VTV02:12 PM, 29 Jan 23
| Updated: 02:17 PM, 29 Jan 23
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર 4થી 5 રાઉન્ડ ફાયરિંગ, હાલત ખૂબ જ ગંભીર હોવાથી એરલિફ્ટ કરીને લઈ જવામાં આવી રહ્યા છે ભુવનેશ્વર.
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર જીવલેણ હુમલો
કારમાંથી ઉતરતા જ ASIએ મારી ગોળી
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બ્રિજરાજનગર પાસે હુમલો થયો છે. તેમને ગાંધી ચોક પાસે એક પોલીસકર્મીએ ગોળી મારી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રીને હોસ્પિટલમાં દાખલ કરાયા
કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી જ્યારે તેમની કારમાંથી બહાર નીકળ્યા ત્યારે ASIએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જોકે, પોલીસ કર્મચારીએ તેમના પર ફાયરિંગ કેમ કર્યું, તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના બાદ સ્વાસ્થ્ય મંત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા છે, જે બાદ ઘટનાસ્થળે તણાવ વધી ગયો છે.
Odisha Health Minister Naba Das sustained injuries after being shot at by some unidentified miscreant near Brajarajnagar in Jharsuguda district. The incident occurred when Naba Das was on his way to attend a programme at Gandhi Chowk in Brajarajnagar.
નજીકથી મારવામાં આવી છે ગોળી
એવું માનવામા આવી રહ્યું છે કે, નબા દાસ પર આ હુમલો પૂર્વ નિયોજીત હતો, કેમ કે મંત્રીને કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી છે. આ ઘટનાએ ફરી એક વાર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. કેમ કે નબા દાસને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી.
સ્વાસ્થ્ય મંત્રીની હાલત ખૂબ જ ગંભીર
ઓડિશાના કેબિનેટ મંત્રી પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઈ છે, જે ગાંધી ચોકમાં ASI તરીકે તૈનાત હતા. મળતી માહિતી મુજબ, ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વરમાંથી નબા દાસ પર 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નબા દાસની હાલત ખૂબ જ ગંભીર છે, તેમને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવી રહ્યા છે.
નબા કિશોર દાસ (સ્વાસ્થ્ય મંત્રી, ઓડિશા)
આ ઘટનાથી અમને આઘાત લાગ્યો છેઃ બીજેડી નેતા
બીજેડીના સિનિયર નેતા પ્રસન્ના આચાર્યએ કહ્યું કે, ફોન પર સમાચાર મળ્યા પછી અમે સંપૂર્ણ રીતે ચોંકી ગયા છીએ. આ ફાયરિંગમાં કોણ સામેલ છે અને શા માટે કરવામાં આવ્યું તે કહેવું વહેલું ગણાશે. તેઓ જલદીથી સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. પોલીસ ઝીણવટભરી તપાસ કરશે.
કોણ છે નબા કિશોર દાસ?
નબા કિશોર દાસ ઓડિશાના ઝારસુખડા જિલ્લાના પ્રભાવશાળી નેતા છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા, જે બાદ તેઓ બીજૂ જનતા દળમાં જોડાયા હતા. નવીન પટનાયકે તેમની સરકારમાં આરોગ્ય વિભાગ જેવો મોટો વિભાગ તેમને સોંપ્યો છે.