MSP કાયદો /
ખેડૂતોએ ફરી વધાર્યું મોદી સરકારનું ટૅન્શન, હવે રાકેશ ટિકૈત કરશે આ મોટું કામ
Team VTV11:54 AM, 02 Feb 22
| Updated: 12:06 PM, 02 Feb 22
એમએસપી કાયદાને લઈને ખેડૂતો આજે દિલ્હીમાં રેલી કાઢવાના છે. જેમા ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે એમએસપી કાયદો બનશે પછીજ ખેડૂતોને ફાયદો થશે
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપ્યું મોટુ નિવેદન
કહ્યું MSP કાયદો બન્યા પછી જ ખેડૂતોને ફાયદો થશે
દિલ્હીમાં આજે ખેડૂતો રેલી કાઢશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે જે બજેટ રજૂ કર્યું તેમા તેમણે રેકોર્ડ એમએસપી વીશે પણ જણાવ્યું. જોકે આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે MSP કાયદો બન્યા પછીજ ખેડૂતોને ફાયદો થશે. આ મુદ્દે ખેડૂતો આજે દિલ્હીમાં રેલી નિકાળશે. હરિયાણાની કુંડલી બોર્ડરથી દિલ્હીના જંતર મંતર સુધી ખેડૂતો એમએસપી કાયદા માટે પગપાળા કૂચ કરવાના છે.
શેરડીના કાયદા પર કહી મોટી વાત
બજેટ પછી રાકેશ ટિકૈતે કહ્યું કે શેરડીના કાયદામાં જો 14 દિવસમાં રૂપિયા નથી મળતા તો તેનું વ્યાજ પણ આપવામાં આવે છે. પરંતુ તે નથી મળતું. ભાજપ સરકારની કામગીરી પર સાવલ કરતા તેમણે કહ્યું કે 5 વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતા માર્ચથી ચુકવણી કરવામાં નથી આવી.
સરકાર તેમનો વાયદો પૂરો કરે : રાકેશ ટિકૈત
અગાઉ ન્યૂનતમ સમર્થમ મૂલ્યમાં સરકારથી નારાજ ભારતીય કિસાન યૂનિયને 31 જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવ્યો હતો. રાકેશ ટિકૈતે સરકાર પર ભરોસો તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે સરકારે વાયદો આપ્યો તેમ છતા એમએસપી પર કાયદો નથી બની રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે અમારી માગ છે કે કેન્દ્ર સરકાર તેમનો વાયદો પૂરો કરે જલ્દીથી જલ્દી એમસપી કાયદો બનાવે.
19 નવેમ્બરે ત્રણેય કાયદા પરત લીધા હતા
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગરુનાનક જયંતીની 552મી જયંતીએ 19 નવેમ્બરના રોજ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાનું એલાન કર્યું હતું. બાદમાં 9 ડિસેમ્બરના રોજ આંદોલનને પરત ખેચી લેવામાં આવ્યું હતું. સિંધુ અને ટીકરી બોર્ડર પર આંદોલનની શરૂઆત 26 નવેમ્બર 2020 થઈ હતી. બાદમાં એક વર્ષ સુધી ખેડૂતો ત્યા બોર્ડર પરજ ઘર બનાવીને રહી રહ્યા હતા.