બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / farmers of punjab to fight election forms samyukt samaj morcha balbir rajewal to lead

Punjab Election / હવે જામશે ખરાખરીનો જંગ, પંજાબમાં 22 ખેડૂત સંગઠનો લડશે ચૂંટણી, જાણો કોણ હશે કર્તાહર્તા

Mayur

Last Updated: 06:23 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Punjab માં ખેડૂત સંગઠનોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 32 માંથી 22 સંગઠનો Samyukta Samaj Morcha નામના પક્ષની રચના કરી આગામી ચૂંટણીમાં ઝંપલાવશે.

ખેડૂત સંગઠનો લડશે ચૂંટણી 
પંજાબમાં 32 ખેડૂત સંગઠનોમાંથી 22 સંગઠનોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 22 સંગઠનોએ પંજાબ સંયુક્ત સમાજ મોરચા નામની પાર્ટી બનાવી છે. ખેડૂતોની આ પાર્ટી પંજાબની તમામ 117 સીટો પર આગામી વિધાનસભા ચૂંટણી લડશે. બલબીર સિંહ રાજેવાલ ખેડૂતોના આ મોરચાનો ચહેરો હશે.

બહુ મોટી લડાઈ જીતીને આવ્યા
પ્રેસ કોન્ફરન્સમાં બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે યુનાઈટેડ કિસાન મોરચાની રચના અલગ-અલગ વિચારધારાના લોકો સાથે થઈ છે. અમે બહુ મોટી લડાઈ જીતીને આવ્યા છીએ. તેમણે કહ્યું કે અમારી પાસેથી લોકોની અપેક્ષા વધી છે, અમારા પર લોકોનું દબાણ વધ્યું છે, જો તેઓ આ લડાઈ જીતી શકે છે જીતી તો પંજાબ માટે પણ કંઈક કરી શકશે એવું તેઓ કહી રહ્યા છે.

પંજાબ સંયુક્ત મોરચા 

તેમણે કહ્યું કે લોકોનો અવાજ સાંભળીને તેઓ પંજાબ માટે એક મોરચાની જાહેરાત કરી રહ્યા છે, જેનું નામ પંજાબ સંયુક્ત સમાજ મોરચા હશે. આ દરમિયાન તેમણે કહ્યું કે અન્ય ત્રણ સંસ્થાઓ અમારી સાથે આવવા માટે વિચારણા કરી રહી છે. બલબીર રાજેવાલે કહ્યું કે અમે 117 સીટો માટે તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે અમારી અન્ય સંસ્થાઓ જે પણ છે, તેમને અમારી સાથે આવવા અપીલ છે. તેમણે કહ્યું હતું કે નવા પંજાબના નિર્માણ માટે આ કરવું પડશે.

ચૂંટણી અગાઉ આખું ચિત્ર બદલાઈ ગયું 

પંજાબમાં ખેડૂતોની ચૂંટણી લડવાની જાહેરાત બાદ હવે લડાઈ વધુ રસપ્રદ બની ગઈ છે. પંજાબમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ અને અમરિંદર સિંહની પાર્ટી સાથે ભાજપ પહેલેથી જ ચૂંટણી મેદાનમાં છે. શરૂઆતના સર્વેમાં AAPને પંજાબમાં સૌથી વધુ સીટો મળતી જોવા મળી રહી છે. જો કે હવે ખેડૂતોની આ જાહેરાત બાદ પંજાબની ચૂંટણીનું ચિત્ર બદલાઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ